હૈદરાબાદ: નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિએ મુખ્યપ્રધાન નેફિયુ રિયોને લખેલા એક પત્રમાં કહ્યું કે, તેઓ સરહદી રાજ્યની વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યપાલને અપાયેલી કેટલીક સત્તાઓનો ઉપયોગ કરવા માગે છે. કારણ કે, સશસ્ત્ર ગેંગ દ્વારા મોટાપાયે આ વિસ્તારમાં ગેરવસૂલી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
નાગાલેન્ડના રાજ્યપાલે મુખ્યપ્રધાનને પત્ર લખવા માટે ઉશ્કેર્યા, જાણો કેમ?
નાગાલેન્ડના રાજ્યપાલ આર.એન. રવિએ મુખ્યપ્રધાન નેફિયુ રિયોને લખેલા પત્રમાં કહ્યું કે, તેઓ સરહદી રાજ્યની વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યપાલને અપાયેલી કેટલીક સત્તાઓનો ઉપયોગ કરવા માગે છે.
રાજ્યપાલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે, પર્વતીય રાજ્યમાં લગભગ અડધો ડઝનથી વધુ સંગઠિત ટોળા છે. જે લોકો પાસેથી ગેરવસૂલી મેળવે છે. આ જૂથોમાં મોટા ભાગના NSCNના જૂથ છે. જેની રચના 1980માં શિલોન્ગ કરાર (1975)ના વિરોધમાં નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.
વાસ્તવમાં વિદ્વોહી જૂથો છેલ્લા ઘણા દાયકાઓથી નાગાલેન્ડ અને મ્યાનમારના નાગા ક્ષેત્રમાં એક સમાંતર સરકાર ચલાવી રહ્યાં છે. જેમાં વાણીજ્ય સંસ્થાઓ દ્વારા ચૂકવવામાં આવતા વેરાની રસીદો જાહેર કરવામાં આવે છે. જે જૂથોના કાર્યકરો દ્વારા અથવા વચેટિયાઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે.