હૈદરાબાદ: TRPનો અર્થ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ. જેના દ્વારા તમે જાણી શકો છો કે, કઈ ટીવી ચેનલને સૌથી વધુ જોવામાં આવે છે અને કયો શો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તમે કહી શકો કે, BARCએ ટીવી ચેનલની લોકપ્રિયતાનું એક માપક છે. જાહેરાત કંપનીઓ આના આધારે જ ચેનલોને કેટલી જાહેરાત આપવી તે નક્કી કરે છે.
TRPએ એક અંદાજિત આંકડો છે. એ કોઈ પણ એજન્સી માટે શક્ય નથી કે, તે કરોડો દર્શકોના ઘરોમાં મશીન લગાવીને ચેક કરી શકે કે, તેઓ કઈ ચેનલ જોઈ રહ્યાં છે. માટે આનો એક નમૂનો એકત્રિત કરવામાં આવે છે. એટલે કે, કેટલાંક મકાનોની પસંદગી.
TRP માપનારી એજન્સીઓ પસંદ કરેલા ઘરોમાં મશીન લગાવે છે. તેમનો પ્રયાસ હોય છે કે, નમૂના યોગ્ય રીતે એકત્રિત કરવામાં આવે. જેમાં વિવિધ આયુ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની નોંધ લેવામાં આવે છે. આ મશીનને પીપલ્સ મીટર કહેવામાં આવે છે.