ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો શું છે ક્લોન ટ્રેન? જેના કારણથી વેઇટિંગની સમસ્યા થઇ જશે ખત્મ - કઈ ટ્રેનોની હશે ક્લોન ટ્રેનો

કોરોના વાઇરસ સમયે મર્યાદિત સંખ્યામાં ટ્રેનો હોવાને કારણે કેટલાક રૂટો પર અતિશય ભીડને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે જાહેરાત કરી છે કે ભારતીય રેલવે એવી ટ્રેનો માટે વધારાની ટ્રેન ચલાવવાની શરૂઆત કરશે, જેનું વેઇટિંગ લિસ્ટ લાંબું હશે.

By

Published : Sep 21, 2020, 8:33 AM IST

ન્યૂઝ ડેસ્ક: ભારતીય રેલવેએ યાત્રીઓ માટે ઐતિહાસિક પગલું ભર્યું છે. હવે તમારે ટ્રેનમાં ટિકિટ બુક કરાવતા પહેલા વેઇટિંગ લિસ્ટની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

ભારતીય રેલવેએ લોકપ્રિય ટ્રેન રૂટ્સ પર ક્લોન ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેના આ નિર્ણયથી લોકો હવે વેઇટિંગ ટિકિટ હોય તો પણ સીટ મેળવી શકશે. ભારતીય રેલવેએ લાંબા વેઇટિંગ લિસ્ટથી પરેશાન યાત્રીઓની મુશ્કેલીઓને હલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લોકોને એકથી દોઢ મહિનાના વેઇટિંગ લિસ્ટમાંથી રાહત મળશે.

રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે જાહેરાત કરી છે કે ભારતીય રેલવે એવી ટ્રેનો માટે વધારાની ટ્રેન ચલાવવાની શરૂઆત કરશે, જેનું વેઇટિંગ લિસ્ટ લાંબું હશે.

ચાલો જાણીએ કે આ ક્લોન ટ્રેનો શું છે અને તે કેવી રીતે કાર્ય કરશે:

ક્લોન ટ્રેન એટલે શું?

ક્લોન ટ્રેન અનિવાર્યપણે એક વધારાની ટ્રેન છે જે લાંબી પ્રતીક્ષા સૂચિવાળી(લાંબા વેઇટિંગ લિસ્ટ) ટ્રેનની સમાંતર ચાલે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેનમાં તેની બધી સીટો આરક્ષિત થઇ જાય છે અને તેમ છતા પણ જો વેઇટિંગ લિસ્ટ વધુ હોય તો રેલવે સમાન નંબર અને સમાન સુવિધાઓ સાથેની એક ક્લોન ટ્રેન ચલાવશે.

કઈ ટ્રેનોની હશે ક્લોન ટ્રેનો?

યાદવે શનિવારે કહ્યું હતું કે ભારતીય રેલવે હાલની તમામ ટ્રેનોનું નિરીક્ષણ કરશે કે ક્યુ વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. ક્લોન ટ્રેનોમાં તે લોકોનાં નામ જોડવામાં આવશે જેનું નામ 10-12 દિવસની પ્રતીક્ષા સૂચિમાં(વેઇટિંગ લિસ્ટ)માં હોય.

આ ક્લોન ટ્રેન કયા સમયે ચાલશે?

ક્લોન ટ્રેનો પહેલેથી ચાલતી વિશેષ ટ્રેનોની આગળ ચાલશે તેથી તે તે સુનિશ્ચિત કરી શકાય કે તેઓ મૂળ ટ્રેનોની જેમ તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે.

ક્લોન ટ્રેન ક્યારે શરુ થશે?

આ ક્લોન ટ્રેન આજથી એટલે કે 21 સપ્ટેમ્બરથી શરુ થશે.

યાત્રીઓને ક્લોન ટ્રેનોમાં તેમના આરક્ષણ વિશે ક્યારે જાણ કરવામાં આવશે?

વેઇટિંગ લિસ્ટ વાળા યાત્રીઓને તેમના બર્થ(સીટ) માટે જલ્દીજ જાણ કરવામાં આવશે કારણ કે મૂળ ટ્રેનો માટે આરક્ષણ ચાર્ટ પ્રસ્થાનના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવે છે.

ક્લોન થયેલી ટ્રેનો ભારતીય રેલવેને કેવી રીતે મદદ કરશે?

ક્લોન ટ્રેનો રેલવેને યાત્રીઓને ભાડા પરત કરવાને બદલે વેઇટિંગ લિસ્ટેડ યાત્રીઓ પાસેથી વધુ આવક મેળવવામાં મદદ કરશે.

આ વર્તમાન 'વિકલ્પ' યોજનાથી કેવી રીતે અલગ છે?

ભારતીય રેલવેની વિકાસ યોજના હેઠળ યાત્રીઓને મૂળ ટ્રેનના 12 કલાકની અંદર વૈકલ્પિક ટ્રેનોમાં સીટ આપવામાં આવે છે. જો કે, આ ઘણીવાર કામ કરતું નથી કારણ કે લોકપ્રિય માર્ગો પરની ટ્રેનો સામાન્ય રીતે ભીડની ઋતુમાં સંપૂર્ણપણે બુક હોય છે.

શું ક્લોન ટ્રેનો અસ્થાયી છે અને ફક્ત કોવિડની માંગને સંચાલિત કરવા માટે છે?

ભારતીય રેલવે હાલમાં પ્રયોગ રૂપે ક્લોન ટ્રેન ચલાવી રહ્યું છે. પરંતુ જો આ યોજના સફળ થશે, તો તે નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કર્યા પછી પણ ચલાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details