આજે ઈન્ટરનેશનલ ડે ટુ ડે ઈમ્યુનિટિ ફોર ક્રાઈમ્સ અગેંસ્ટ જર્નાલિઝમ મનાવવામાં આવી રહ્યો છે. આ તકે મમતા બેનર્જીએ બંગાળમાં ટૂંક સમયમાં પત્રકારોને આર્થિક સહાય આપવા સામાજિક સુરક્ષા યોજનાનો અમલ કરવાની વાત કરી છે.
પત્રકારો માટે 'સામાજીક સુરક્ષા' યોજના અમલમાં મુકશે પશ્ચિમ બંગાળ સરકાર - પત્રકારો
કોલકાતાઃ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર ટૂંક સમયમાં પત્રકારોને આર્થિક સહાય આપવા સામાજિક સુરક્ષા યોજનાનો અમલ કરશે.
rere
મમતા બેનર્જીએ ટ્વિટ કર્યુ કે,"આજે 'પત્રકારો સામેના ગુના માટેની મુક્તિ સમાપ્ત કરવાનો આંતરરાષ્ટ્રીય દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતા પ્રાપ્ત પત્રકારો માટે સ્વાસ્થ્ય વીમા યોજના 'મભોઇ' ઉપરાંત અમારી સરકાર ટૂંક સમયમાં મીડિયા કર્મચારીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે એક સામાજિક સુરક્ષા યોજના અમલમાં મૂકશે."