કોલકાતાઃ દેશમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યું છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. બંગાળ સરકારે બુધવારે આ અંગે નિર્ણય લીધો છે. આ અંગે જાહેર એક આદેશ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અને મેટ્રો નહીં ચાલે.
પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, ટ્રેન-મેટ્રો બંધ - તમોનાશ ઘોષનું કોરોનાથી મોત
પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. બંગાળ સરકારે બુધવારે આ અંગે નિર્ણય લીધો છે. આ અંગે જાહેર એક આદેશ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અને મેટ્રો નહીં ચાલે.
પશ્ચિમ બંગાળ દેશના પાંચ રાજ્યમાં સામેલ છે. જ્યાં કોરોનાની સૌથી વધારે અસર છે. બંગાળમાં 14,728 લોકો સંક્રમિત છે, જ્યારે અત્યાર સુધી 580 લોકોના મોત થયા છે. કોરોના માટે પશ્વિમ બંગાળથી એક ખરાબ સમાચાર મળ્યા હતાં. જ્યાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું કોરોનાથી મોત થયું હતું. નેતાનો મે મહિનાના અંતમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, આ દુઃખદ સમાચાર છે.
રાજ્ય સચિવાલયની સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, નેતાઓમાં મંતવ્યોનો અલગ અલગ છે, પરંતુ આખરે નિર્ણય કરવામાં આવ્યો કે, લોકડાઉન થોડી રાહત સાથે જુલાઈના અંત સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, મંગળવારે 15 હજાર 600 નવા દર્દી વધ્યા હતાં. જ્યારે 10 હજારથી વધુ લોકો સાજા પણ થયા હતાં.