ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NRC: બાંગ્લાદેશનું મોટું નિવેદન, કહ્યું-'આમારા નાગરિક છે તો દેશમાં પરત ફરવાની મંજૂરી આપીશું’ - ભારતની રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર

ઢાંકા: બાંગ્લાદેશના વિદેશપ્રધાન એ.કે અબ્દુલ મોમેને રવિવારે કહ્યું કે, બાંગ્લાદેશે ભારતને અનુરોધ કર્યો છે કે, ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી નાગરિકોની યાદી છે. આ યાદી બાંગ્લાદેશને આપવામાં આવે, તો તે લોકોને બાંગ્લાદેશ પરત ફરવાની મંજૂરી આપીશું.

NRC
બાંગ્લાદેશ

By

Published : Dec 16, 2019, 10:56 AM IST

ભારતની રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) પર એક સવાલના જવાબમાં મોમેને કહ્યું કે, બાંગ્લાદેશ ભારતના સંબંધ સમાન્ય અને ઘણા સારા છે. સંબંધો પર કોઈ અસર નહીં પડે, મોમને વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપતા ગુરૂવારે ભારતનો પોતાનો પ્રવાસ રદ કર્યો છે.

તેમણે કહ્યું કે, ભારતે NRCની પ્રક્રિયાને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો છે. ઢાકાને આશ્વાસન આપ્યું કે, બાંગ્લાદેશ પર અસર નહીં પડે.

શું છે NRC-CAB વચ્ચેનો તફાવત, જાણો વિગતે

મોમેને કહ્યું કે, ભારતીય નાગરિક આર્થિક કારણે વચેટિયાઓથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ધુસી રહ્યાં છે.

મોમેને કહ્યું કે, બાંગ્લાદેશે નવી દિલ્હીને અનુરોધ કર્યો કે, ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોર કરી રહેલા બાંગ્લાદેશીઓની યાદી છે તો, બાંગ્લાદેશને આપે.

CAB અને NRCના વિરૂદ્ધ 720 હસ્તીઓ જાહેર કરાયેલા નિવેદનમાં કર્યા હસ્તાક્ષર

અમે બાંગ્લાદેશ નાગરિકોને પરત આવવાની મંજૂરી આપીશું, કારણ કે, તેમની પાસે દેશમાં પ્રવેશ કરવાનો અધિકાર છે.

પોતાનો ભારત પ્રવાસ રદ કેમ કર્યો, જેની પર મોમેને કહ્યું કે, વ્યસ્ત કાર્યક્રમ અને વિદેશ મામલોમાં રાજ્યપ્રધાન શહરયાર આલમ અને દેશમાં મંત્રાલયના સચિવની હાજરીના કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

મોમેને પોતાના પ્રવાસને રદ કરવાના પહેલા ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનને ખોટું ગણાવ્યું છે. બાંગ્લાદેશમાં ધાર્મિક લધુમતીઓને ઉત્પીડન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details