પશ્ચિમ બંગાળના પુરૂલિયામા આયોજીત એક જનસભામાં મમતાએ કહ્યું હતું કે, મારા માટે પૈસા મહત્વના નથી, આ જ કારણે જ્યારે મોદી બંગાળમાં આવ્યા ત્યારે મારી પાર્ટી પર ટોળાબાજ હોવાનો આરોપ લગાવ્યો હતો.
મમતાએ કહ્યું હતું કે, તેઓ મોદીને લોકતંત્રનો એક બરાબરનો તમાચો મારવા માંગે છે. તેમણે જયશ્રી રામના નારા પર જવાબ આપતા કહ્યું કે, ભાજપના કહેવા પર કોઈ નારા નહીં લગાવે. આ અગાઉ તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને તેઓ વડાપ્રધાન માનતા નથી.
ચક્રવાતી તૂફાનને લઈ તેમણે જવાબ આપ્યો હતો કે, હું ખડગપુરમાં ચક્રવાત તોફાનનું નિરીક્ષણ કરવા ગઈ હતી જેને લઈ પ્રધાનમંત્રી કાર્યાલયનો ફોનનો જવાબ આપી શકી નહોતી.
તેમણે કહ્યું હતું કે, મોદીએ મને કલાઈકુંડામાં એક બેઠક માટે બોલાવ્યા હતાં, જેમાં ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારો માટે બેઠક થવાની હતી. બેનર્જીએ જવાબ આપતા કહ્યું કે, અમે શું તેમના નોકર છીએ કે, જ્યાં બોલાવે ત્યાં જઈએ. હવે તેઓ આરોપ લગાવે છે કે , મેં સહયોગ આપ્યો નથી તથા તેમની વાતનો જવાબ નથી આપ્યો.
વધુમાં તેમણે આ વાત પર આગળ કહ્યું હતું કે, હું એક એક્સપાયરી વડાપ્રધાન સાથે શું કામ મંચ શેર કરું.