કોર્પોરેટ પર પ્રોત્સાહક અસરો નથી પડી, તેનો ઉલ્લેખ કર્યો તે અંગે નાણાં પ્રધાને કહ્યું કે: "બજેટની જાહેરાતોની અસલી અસર વિશે સોમવારે રાબેતા મુજબ ટ્રેડિંગ દિવસ પસાર થાય તેની રાહ જોવી પડશે." બજેટને ધ્યાનમાં રાખીને શનિવારે પણ શેર બજારો ચાલુ રહ્યા હતા, પણ તેમાં શરત હતી કે શનિવારે ખરીદવામાં આવેલા શેર પછીના કામકાજના દિવસ એટલે કે સોમવારે જ ફરી વેચી શકાશે. મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 987 પૉઇન્ટસનું ગાબડું પડ્યું, જ્યારે નિફ્ટીએ પણ 300 પૉઇન્ટ્સ ગુમાવ્યા. સિતારમણે ટેક્સમાં ફેરફાર કર્યો અને નવા ટેક્સ સ્લેબ જાહેર કર્યા તે સાથે જ બજાર નીચે જવા લાગ્યું હતું.
વેરામાં આ સુધારાના કારણે લોકોના હાથમાં વધારે રકમ રહેશે તેવી ધારણા છે. તેના કારણે ગ્રાહકોની ખરીદશક્તિ વધશે અને તેથી માગ વધશે. જીડીપી નીચો ગયો છે તેમાં મુખ્ય કારણ ગ્રાહકોની માગ ના હોવાનું કહેવાય છે. અન્ય પોઝિટિવ બાબતો જણાવતા નાણા પ્રધાને કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં 10 ટકાનો નોમિનલ વિકાસ થઈ શકે છે. નાણાકીય ખાધ વર્તમાન નાણાકીય વર્ષમાં 3.8 ટકાની આસપાસ રહેશે, જ્યારે આવતા નાણાકીય વર્ષમાં તે 3.5 ટકાની રહેશે.