ત્રીજા તબક્કામાં કેરળની 20 સીટ પર મતદાન થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારથી વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી આ સીટ ચર્ચામાં આવી ગઈ છે.રાહુલ ગાંધીની સામે એનડીએમાંથી તુષાર વેલ્લાપલ્લીને મેદાનમાં ઉતાર્યા છે. તો એલડીએફમાંથી પીપી સુનીર મેદાનમાં છે.
લોકસભા ચૂંટણી: વાયનાડમાં આજે રાહુલ ગાંધીનું ભાવિ નક્કી થશે - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીનું આજે 13 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 117 સીટ પર મતદાન ચાલું છે. આ ત્રીજા તબક્કામાં આજે અનેક મોટા નેતાનું ભાવિ નક્કી થવાનું છે. કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સીટ પર મતદાન ચાલું છે.
file
વાયનાડ કોંગ્રેસ માટે સુરક્ષિત સીટ છે. 2008થી જ્યારથી આ સીટ અસ્તિત્વમાં વાયનાડ સીટ આવી છે ત્યારથી ક્યારેય અહીં કોગ્રેસ હારી નથી. આ સીટમાં 7 વિધાનસભા આવેલી છે.
વાયનાડ અને મલ્લપુરમમાં કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સારી એવી પક્કડ છે. વિતેલી બે ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ જીતતું આવે છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો વાયનાડ સીટ પરથી જીતીને રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં કોંગ્રેસને મજબૂત બનાવા માટે લાગી ગયા છે.