આ મુલાકાતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, આ મુલાકાતને માત્ર એક શિષ્ટાચારના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ તેની જાણકારી મળી નથી, પરંતુ નવી સરકારનું પ્રથમ બજેટ પહેલાની આ મુલાકાત થયેલી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાતમાં જે પણ વાતચીત થઈ તે અર્થવ્યવસ્થાને લઈને થઈ હશે.
બજેટ પહેલા મનમોહન સિંહને મળ્યા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પહેલા ગુરૂવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. સીતારમણ પાંચ જુલાઈએ લોકસભામાં તેમનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આર્થિક સુધારના આર્કિટેક્ટના રૂપમાં જાણીતા મનમોહન સિંહ નાણાંપ્રધાન પણ રહેલા છે. મનમોહન સિંહ 1991થી લઈને 1996 સુધી તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની સરકારમાં નાણાંપ્રધાન હતા.
visit
નાણાંપ્રધાને અર્થવ્યવસ્થાને ફરી વિકાસના માર્ગ પર લઈ જવા માટે ઉઠાવવામાં આવેલા પગલાને લઈને વિચાર-વિમર્શ કર્યા હશે. મનમોહન સિંહ 1982થી લઈને 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પણ રહેલા છે. ત્યાર બાદ મનમોહન સિંહ 1985થી લઈને 1987 સુઘી યોજના કમિશન (હાલના નીતિ કમિશન)ના ઉપાઘ્યક્ષ પણ રહેલા છે.
Last Updated : Jun 28, 2019, 11:16 AM IST