Etv ભારત જણાવે છે કે, શ્રાવણના મહિનાનાં મસૂરી રોડ સ્થિત પ્રકાશેશ્વર મહાદેવના મંદિરની વાત કરીએ તો આ એક પૌરાણિક શિવ મંદિર નથી. વર્ષ 1987 માં અહીં એક નાનકડું શિવ મંદિર બનાવવામાં આવ્યું હતું. જે દરમિયાન અહીં કેટલાક સાધુ સંતો આરાધના કરતા હતા. જે બાદ વર્ષ 1990 માં હરિદ્વારમાં રહેનારા શિવદાસ મૂલચંદ ખત્રીએ આ મંદિરની દેખરેખ રાખવાની જવાબદારી લીધી અને જોત જોતામાં આ શિવ મંદિર ભવ્ય બની ગયું હતું.
શાંત પહાડો વચ્ચે આવેલુ મહાદેવનું મંદિર, જ્યાં દાન લેવાતું નથી - worship
દહેરાદુન: રાજધાનીથી થોડે જ દૂર એક એવું શિવ મંદિર છે, જ્યાં દાન દેવાની મનાઈ છે. પહાડોના રાની મસૂરીના રસ્તામાં આવતું આ એક અનોખું શિવ મંદિર છે જ્યાં દર્શન માટે એક વિચિત્ર શરત રાખવામાં આવી છે. જ્યાં શ્રદ્ધાળુના મંદિરમાં પૈસાનું દાન કરવા પર મનાઈ કરવામાં આવી છે. દાન કરવા માટે આ મંદિરમાં દાનપાત્ર જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પર્વતોના ઢોળાવ પર સ્થિત આ શિવ મંદિર ખીણનું સુંદર દ્રશ્ય સર્જે છે.
ઉલ્લેખનીય છે કે, આ શિવ મંદિરમાં ભક્તો પાસેથી કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. આ ઉપરાંત આ મંદિરમાં દરરોજ ભક્તો માટે પ્રસાદ તરીકે ખીર અને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રસાદ માટેનો ખર્ચ સ્વયં કરવામાં આવે છે. આ શિવ મંદિરમાં દિવાલ પર 'No Donation' પણ લખવામાં આવ્યું છે.
મહાદેવના મંદિરની મુલાકાત વખતે તમે આ મંદિરમાં ઘણા કિંમતી રત્નો પણ ખરીદી શકો છો. આ કિસ્સામાં મંદિરના સભ્યો આ રત્નોની ખરીદી દ્વારા એકઠી થતી રકમનો ઉપયોગ મંદિરના સુશોભન માટે કરે છે.