ગિરનારની લીલી વનરાઈઓની વચ્ચે આજથી હજારો વર્ષ પહેલા રાજા ઇન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ ભક્તોમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં નરસિંહ મહેતાને ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો હોવાની એક પ્રાચીન માન્યતા છે. અહીં ભક્તોને ઘીમાંથી રૂદ્રી બનાવી પરસાદી આપવામાં આવે છે, આ પરંપરા સો વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી આવે છે.
પવિત્ર શ્રાવણ માસમાં કરો વિવિધ શિવાલયોના દર્શન.. - શિવભક્તો
ન્યૂઝ ડેસ્કઃ શ્રાવણનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે શિવભક્તો ભોળાનાથની એક ઝલક માટે માઇલોનું અંતર કાપતા હોય છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો દુર-દુર સુધી જાય છે. આણંદથી બે કિલોમીટર આવેલા જીટોડિયા ગામે વૈજનાથ મહાદેવ મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. શિવજી અહીં ગંગાજી સાથે સાક્ષાત બિરાજમાન છે. મંદિરના શિવલીંગમાં હજારો છીદ્રો છે, જેમાંથી અવિરત જલપ્રવાહ વહ્યા કરે છે.
પવિત્ર શ્રાવણ માસમાં કરો વિવિધ શિવાલયોના દર્શન..
ગાંધીનગરના સાબરમતીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવ પર ભક્તોનું ઘોડાપુર ઊભરાય છે. ધોળેશ્વર ભગવાનને ગુજરાતના કાશી વિશ્વનાથની ઉપમા અપાય છે. અહિના મહાદેવના પાસેની સાબરમતીનું સ્નાન કરી ધોળેશ્વરના દર્શન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે.
કહેવાય છે કે શ્રાવણ માસ હરીદ્વારાના દક્ષેશ્વર મહાદેવમાં નિવાસ કરે છે, અને દક્ષ પ્રજાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, આ સ્થળ શિવજીને ખુબ જ પ્રિય છે. તેથી તેઓ શ્રાવણ માસમાં અહિં રહેવા આવે છે, તેથી અહિં ભક્તોની ભીડ જોવા મળે છે.