રાયપુરઃ છત્તીસગઢના ભાજપ અધ્યક્ષની હાકલપટ્ટી કરવામાં આવી હતી. હવે વિષ્ણુદેવ સાયને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપે ત્રણ પ્રદેશ અધ્યક્ષોના ફેરફાર કર્યા છે. જેનો આદેશ રાષ્ટ્રીય અધ્યક્ષના નિર્દેશ પ્રમાણે કરવામાં આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની સંમતિ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિષ્ણુદેવ સાંયને છત્તીસગઢના પ્રમુખ બનાવવામાં આવ્યાં. વિષ્ણુદેવ પૂર્વ મુખ્યપ્રધાન ડો. રમણસિંહ અને સંઘના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. સાંય ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. આ તેમનો ત્રીજો કાર્યકાળ હશે.
છત્તીસગઢમાં રમણસિંહના નજીકના વિષ્ણુદેવને સોંપાઈ કમાન આ પહેલા 2006થી 2009 અને ત્યારબાદ 2013 સુધી પાર્ટીની કમાન તેમના હાથમાં હતી. તેઓ 1999થી 2014 સુધી રાયગઢના સાંસદ પણ હતા. તાજેતરમાં દિલ્હી અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. છત્તીસગઢમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના જોડાણે ભાજપને હરાવી હતી.
જો કે, દિલ્હીમાં પણ ભાજપને આમ આદમી પાર્ટી (આપ)એ કારમી હાર આપી હતી. આ સિવાય મણિપુરમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે ટિકેન્દ્ર સિંહને મણિપુરની ભાજપની કમાન સોંપવામાં આવી છે.