હાઈપ્રોફાઈલ ટક્કર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જેને આગામી દિવસોમાં માહોલ ગરમાયેલો જોવા મળશે. દુનિયાના સૌથી મોટા અને મજબૂત લોકતંત્ર ભારતમાં 11 એપ્રિલથી લઈ 19 મે દરમિયાન સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે. 23 મેના રોજ ખબર પડી જશે કે, જનતા કોના સમર્થનમાં છે, કોણ રાજગાદી શોભાવશે. આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે, સાથે સાથે આપણે મહાગઠબંધનને પણ નકારી શકીએ નહી. એક વાર ફરી ભાજપ મોદીની લોકપ્રિયતાને આધારે ચૂંટણી જીતવા માંગશે, તો કોંગ્રેસ રાફેલ જેવા મુદ્દાને લઈ સત્તામાં વાપસી કરવા મથામણ કરશે.
જો કે, આ ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે અતિ મહત્વની છે. કોંગ્રેસ અધ્યક્ષ પોતાના નેતૃત્વમાં શાનદાર જીત પ્રાપ્ત કરવા તનતોડ મહેનત તો કરશે જ. આમ તો આ વખતે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાંથી જ મેદાનમાં ઉતરશે. અમેઠી કોંગ્રેસનો મજબૂત કિલ્લો માનવામાં આવે છે, પણ થોડા વર્ષોનો ઈતિહાસ જોઈએ તો અહીં રાજકીય ગણિત બદલાયેલું જોવા મળી રહ્યું છે. આવો જાણીએ આ સીટ સાથે જોડાયેલી અમુક રોચક અને ખાસ વાતો...
કોંગ્રેસનો ગઢ છે અમેઠી:
આમ જોઈએ તો અમેઠી હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસ અહીં માત્ર 1977 અને 1998માં હારી હતી. પૂર્વ વડાપ્રધાન અને રાહુલ ગાંધીના પિતા 4 વખત આ સીટ પરથી સાંસદ બન્યા હતા. 1999માં પણ સોનિયા ગાંધી આ બેઠક પરથી જીતી ચૂક્યા છે. 2004થી રાહુલ ગાંધી પણ આ બેઠક પરથી સતત સાંસદ બનતા આવ્યા છે. રાહુલ અહીં ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે.
બદલાતા સમીકરણો