ભીડને વિખેરવા પોલીસે લોકો પર લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ વિસ્તારમાં પોલીસનો કડક બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.નાગરિકતા સંશોધન એક્ટ (CAA) વિરુદ્ધ જામિયામાં થયેલી ઘટના બાદ હવે નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં પણ આંદોલન ઉભુ થયું છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે અને બિલ વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. હજારો લોકો બેનર અને ઝંડા હાથમાં લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. સ્થિતિ ન બગડે એટલે પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે હાજર છે.
જામિયા બાદ હવે જાફરાબાદમાં પણ વિરોધની આગ, પોલીસે કર્યો બળપ્રયોગ - પોલિસે કર્યો લાઠીચાર્જ
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ સામે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના જામિયા વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ મંગળવારે જાફરાબાદ વિસ્તારમાં પણ હિસંક વિરોધ શરુ કર્યો હતો.
જામિયા બાદ હવે જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલિસે કર્યો લાઠીચાર્જ
આંદોલન કરતા અચાનક ભીડ ઉગ્ર બની અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગી હતી. આ સ્થિતિમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યાં.