- જમ્મુ કશ્મીરનું ગામ હવે બન્યું વીજળીથી સુવિધાયુક્ત
- ડોડાનું ગનૌરી-તાંતા ગામ વીજળીથી રોશન થયું
- 15 દિવસમાં દુર્ગમ વિસ્તારમાં પહોંચાડાઈ વીજળી
જમ્મુ-કાશ્મીરઃ રાજ્યના પર્વતીય ડોડા જિલ્લાના ગનૌરી-તાંતા ગામમાં રવિવારે પહેલીવાર ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ જોવા મળ્યો છે. આ વીજળીનો પ્રકાશ અલગ એ રીતે છે કે ગામલોકોના જીવનમાંથી અંધકારના દાયકાઓનો અંત લાવ્યો છે. આ અવસરે સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગામનું વીજળીકરણ ઉપરાજ્યપાલ મનોજ સિંહાના આદેશથી કરવામાં આવ્યું હતું.
- એલજી મનોજ સિંહાના હુકમ પર થયું કામ
આ અંગે વધુમાં જણાવતાં સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપી હતી કે ગામના વીજળીકરણનું કામ લેફ્ટનન્ટ-ગવર્નર મનોજ સિંહાના હુકમ પર હાથ ધરવામાં આવ્યુ હતું, ત્યારબાદ સ્થાનિકોના એક જૂથે છેલ્લાં "એલજી મુલાકાત" કાર્યક્રમ દરમિયાનમાં વીજળી અંગે તેમની સમક્ષ માગણી રજૂ કરી હતી. જેને લઇને પગલાં ભરતાં એલજીએ ડોડા જિલ્લા વહીવટીતંત્રને એક મહિનામાં ગામનું વીજળીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
- હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં યુદ્ધના ધોરણે કામ પાર પાડ્યું