કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા બાદ વિકાસ દુબે ભાગી ગયો હતો. તે જ દિવસથી તેની પત્ની પણ લખનઉના કૃષ્ણાનગરમાં આવેલા તેના ઘરેથી ભાગી ગઈ હતી. વિકાસ દુબેની આજે ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની પત્ની રિચા દુબે અને તેના પુત્ર અને નોકરને પણ ક્રિષ્નાનગર વિસ્તારથી પોલીસે ધરપકડ કરી છે.
વિકાસ દુબે બાદ પોલીસે પત્નિ રિચા, પુત્ર અને નોકરની કરી ધરપકડ
8 પોલીસકર્મીઓના હત્યારા વિકાસ દુબેની પત્ની રિચા દુબે અને તેના પુત્ર અને નોકરની ધરપકડ કૃષ્ણાનગર વિસ્તારની પોલીસે કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રિચા દુબે તેના એક જાણીતા સાથે કૃષ્ણાનગરમાં રહેતી હતી. જેની સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથમાં આવી છે. જો કે આ સંદર્ભે પોલીસ મથકનો કોઈ અધિકારી કંઈ જ બોલવા તૈયાર નથી.
vikas dubey wife
જોકે, પોલીસ આ અંગે કંઈ કહેવા તૈયાર નથી, સૂત્રોના જણાવ્યા અનુસાર કિશોરનગર પોલીસને સીસીટીવી ફૂટેજ મળી ગયા છે. પોલીસ સતત રિચા દુબે અને તેના નાના છોકરાને શોધી રહી હતી. આજે પોલીસને તે વખતે મોટી સફળતા મળી હતી જ્યારે તેનું સ્થાન કૃષ્ણાનગરમાં જ શોધી કાઢવામાં આવ્યું હતું અને ક્રૃષ્ણાનગર પોલીસે તેને અને છોકરાને ઝડપી પાડ્યા છે. જો કે, કૃષ્ણાનગરના કોઇ પોલીસ અધિકારી આ અંગે વાત કરવા તૈયાર નથી.