આ ફોટો ફોર્મૂલા-1 બ્રિટિશ ગ્રાંડ પ્રિક્સ 2019ના વેન્યૂમાં લેવામાં આવ્યો હતો. વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલે ટ્વિટર પર ફોટો શેર કરતાં કહ્યું કે, બિગ બોસની સાથે મળવાનો એક સારો અનુભવ રહ્યો.
ક્રિસ ગેલ સાથેના ફોટા પર ટ્રોલ થયા બાદ માલ્યાએ યુઝર્સને આપ્યો જવાબ.. - Social media
ન્યૂઝ ડેસ્ક: ભારતીય બેંકના 9 હજાર કરોડના રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલાના આરોપી વિજય માલ્યાએ ક્રિકેટર ક્રિસ ગેલની સાથેનો ફોટો શેર કર્યો છે. ત્યાર બાદ માલ્યા સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયો હતો. ક્રિસ ગેલે પણ શનિવારે આ ફોટો શેર કર્યો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સે કોમેન્ટમાં માલ્યાને ચોર ગણાવ્યો હતો. માલ્યાએ જવાબમાં લખ્યું, "હું પૈસા પરત આપવાની વાત કરી ચૂક્યો છું. ભારતીય બેંકોને કહો તેઓ પોતાના પૈસા પરત લઈ લે."
picture
માલ્યાએ આ બાબતે ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, 'મને ચોર કહેતા પહેલાં પોતાની પાસેની માહિતીને સાચી છે કે નહી તે ચકાસો, તમારી બેંકને પૂછો કે તેઓ 100 ટકા રકમ કેમ પરત નથી લઈ રહ્યાં, જેને હું એક વર્ષથી ઓફર કરી રહ્યો છું. આ બધાં પછી નિર્ણય કરો કે ચોર કોણ છે?'