ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશેષ અહેવાલ: દેશ માટે કાળા ધબ્બા સમાન દુષ્કર્મની ઘટનાઓમાં ઝડપથી ન્યાય મળે - verdicts not enforced in rape case

ન્યૂઝ ડેસ્ક: દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને ગુનાઓ વધી રહ્યા છે. મહિલાઓની સાથે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ માટે ન્યાયની વ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ઉપરાંત જે કેસમાં ચુકાદાઓ આવી ગયા છે, તેના પર પણ અમલ કરવાનું હજુ બાકી છે. ત્યારે આવો જાણીએ દુષ્કર્મના વધતા કેસ અને તેની પાછળના કારણો પર ઈટીવી ભારતનો આ ખાસ અહેવાલ.

rape case in india
rape case in india

By

Published : Dec 17, 2019, 6:30 PM IST

રાજકારણની આડમાં અરજીકર્તાઓનું શોષણ
આપણા લોકતંત્રમાં, સંવિધાન દ્વારા બનાવેલા કાયદા મહિલાઓની સુરક્ષા માટે પર્યાપ્ત નથી. દેશમાં મહિલાઓ પર ગુનાઓ વધી રહ્યા છે, જે સમાજ અને દેશ માટે કાળા ધબ્બા સમાન છે. આવા કેસમાં તપાસમાં ઢીલાશ, રાજનેતાઓ દ્વારા ગુનેગારોનો બચાવ સતત વધતા બનાવો માટે જવાબદાર છે. અનેક કેસમાં કોર્ટ વગર તો પીડિતાને સુરક્ષા પણ મળતી નથી. કાયદાનું પાલન કરતી સંસ્થાઓ માટે હવે નિષ્પક્ષ તપાસ કરવી એ દોજખ બની ગયું છે. જો કે, કોર્ટ આ કેસમાં યોગ્ય ન્યાય કરી શકી છે. પણ તેના પર અમલ થઈ શક્યો નથી. આવો જાણીએ આવા જ અમુક કેસ.

નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસીની સજા સંભળાવી
16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસે 23 વર્ષની છોકરી સાથે સામૂહિક દુષ્કર્મે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. 13 દિવસ હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે તેણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આરોપીઓમાંથી એક તો તપાસ દરમિયાન જ ફાંસીએ લટકી આત્મહત્યા કરી લીધી. બાકીના આરોપીઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ અને કોર્ટે 8 જુલાઈ 2013ના રોજ એક આરોપીને છોડી મુક્યા બાદ તમામ આરોપીઓને સજા સંભળાવી અને તેમને ફાંસીની સજા આપી. દયા અરજીમાં પણ હાઈકોર્ટે નિચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો. ત્યારે આ કેસમાં ફાંસીની સજ્જા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.

શક્તિ મિલ ગેંગ રેપ
વર્ષ 2013માં મુંબઈમાં 22 વર્ષની એક ફોટો પત્રકાર, પોતાના કામ માટે વિરાન શક્તિ મિલમાં ફોટા લેવા ગઈ હતી. જ્યાં પાંચ લોકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. આ જ વર્ષે એક કૉલ સેન્ટરમાં કામ કરતી 18 વર્ષની મહિલા કર્મચારીએ પોલીસમાં અરજી કરી અને જણાવ્યું કે, 31 જૂલાઈએ પાંચ લોકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. 4 એપ્રિલ 2014માં મુંબઈ સેશન કોર્ટે બંને કેસમાં ત્રણેય આરોપીઓને મોતની સજા સંભળાવી છે. જો કે, આ સજા હજુ પણ જેમની તેમ જ લટકી રહી છે. કોઈ જ સળવળાટ આવ્યો નથી.

પોલાચ્ચીનો સનસનીખેજ મામલો
12 ફેબ્રુઆરી 2019માં તમિલનાડૂના પોલાચ્ચીમાં એક 19 વર્ષની છોકરી સાથે તેના જ દોસ્તો, સબારીરાજન, થિરુનાવાકારસૂ, સતીશ અને વસંથમાર પોતાની સાથે લઈ ગયા. આ લોકોએ તેની સાથે ફ્કત દુષ્કર્મ જ ન કર્યું અપિતું તેના ફોટાઓ પણ પાડ્યા. આ છોકરાએ છોકરીને ધમકાવી અને જો પોલીસને જાણ કરી તો આ ફોટાઓ ઈન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ધમકી પણ આપી. છોકરીના ભાઈએ આ કેસમાં પોલીસમાં અરજી દાખલ કરાવી, ત્યાર બાદ આ કેસનો મોટો પર્દાફાશ થયો. ત્યાર બાદ, દુષ્કર્મ, ઉત્પીડન અને ચોરીની ઘટનાઓ વિરુદ્ધ લોકો જાગૃત થયાં. આ કેસની તપાસ કરતા માલૂમ પડ્યું કે, આ લોકોએ અગાઉ પણ 200થી વધુ મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. 25 ફેબ્રુઆરીએ આરોપીએ પીડિતાના ભાઈ સાથે મારપીટ પણ કરી હતી.

આ કેસમાં પોલીસે બાર નાગરાજ નામના એક વ્યક્તિને પાંચમો આરોપી પણ બનાવ્યો. નાગરાજ, એઆઈએડીએમકે પાર્ટી સાથે સંબંધ ધરાવતો હતો. પાર્ટીએ આ કેસમાં નાગરાજને ખોટી રીતે ફસાવ્યો હોવાની દલીલ આપી. નક્કીરન પત્રિકાના સંપાદક, ગોપાલે આ કેસમાં તમિલનાડૂ વિધાનસભામાં ઉપસભાપતિની જયરમનના દિકરા આ રેકેટમાં સામેલ હોવાનો વીડિયો પણ જાહેર કર્યો. જો કે, જયરમણે આ આરોપોમાંથી ઈન્કાર કરી દીધો. સ્થાનિક એસપીએ પીડિતાની ઓળખાણ જાહેર કરી દીધી. જેને લઈ ઘણો બખેડો ઊભો થયો હતો. જો કે, આ ઘટના બાદ હાઈકોર્ટે તેમના પર એક્શન તો લીધી પણ આ કેસનો વીડિયો આજે પણ ઈન્ટરનેટ પર શેર કરવામાં આવે છે.સરકારે તેને ઈન્ટરનેટ પરથી હટાવાની વાત કરી હતી. જો કે, આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે.

ઉન્નાવ પીડિતાનું મોઢું બંધ કરવા રાજકીય શક્તિઓ સક્રિય
આ વાર્તા એક 17 વર્ષની દિકરી અને ગુનેગારોના વધતા ત્રાસની છે. 4 જૂન 2017માં એક ચાલુ ધારાસભ્યના ઘર પર એક છોકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. આ હૈવાનિયત તેની સાથે ઘણા દિવસ સુધી થતી રહી. ભાજપના ધારાસભ્ય, કુલદીપ સેંગર આ કેસમાં મુખ્ય આરોપી છે. જ્યારે પીડિતાએ આ કેસમાં પોલીસનો સંપર્ક કર્યો, તો અનેક મહિના સુધી પીડિતાને હેરાન કરવામાં આવી. પોલીસની ધરપકડમાં રહેલા તેના પિતાનું મોત થઈ ગયું. રોડ અકસ્માતમાં પીડિતાના બે સંબંધીઓને મારી નાખવામાં આવ્યા. આ દુર્ઘટનામાં પીડિતા પોતે પણ ઘાયલ થઈ. આ તમામ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. 2018માં પણ આવા જ એક કેસમાં જામીન પર બહાર આવેલા આરોપીએ સળગાવી મારી નાખી હતી.

કઠુઆમાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો
10 જાન્યુઆરી 2018માં જમ્મુ કાશ્મીરમાં કઠુઆ વિસ્તારના એક ગામમાં મુસ્લિમ દંપતીએ અરજી દાખલ કરાવી. તેમની 8 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની અરજી નોંધાવી. જેના એક અઠવાડીયા બાદ આ બાળકીનો મૃતદેહ બાજુના જંગલમાંથી મળી આવ્યો. પોલીસે આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ચાર્જસીટ દાખલ કરી. આ કેસમાં જે બાબતો સામે આવી તે સમગ્ર માનવજાતને દુખી કરનારી હતી. બાળકીને અનેક દિવસો સુધી ભૂખી તરસી રાખી અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. આ કેસમાં રાજકીય પાર્ટીના એક નેતા પણ સમર્થનમાં ઉતરી આવ્યા. આ કેસમાં સીબીઆઈની તપાસની માગ કરતા ધરણા પર બેઠેલા ભાજપના બે પ્રધાનોની હાજરીએ પણ ઘણો બખેડો ઊભો કર્યો હતો. આ પ્રધાનોએ બાદમાં પોતાની પદ પરથી રાજીનામા પણ આપ્યા. આ જ વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે સાક્ષ્યને ખોટી સાક્ષી આપવા તથા ઉત્પીડન કરવાના આરોપ બાદ, એસઆઈટીના છ સભ્યોની ટીમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો.

મુઝફ્ફરપુર આશ્રય કેન્દ્ર મામલો
બિહારના મુઝફ્ફરપુરના બાળ આશ્રય, જ્યાં અનેક બાળકીઓ સાથે યૌન શોષણ તથા શારીરિક ઉત્પીડનની ઘટનાઓ સામે આવી, જેણે દેશને હચમચાવી નાખ્યો. આ ઘટનામાં બિહારની પીપલ્સ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય, બ્રજેશ ઠાકુર મુખ્ય આરોપી છે. આ મામલો 26 મે 2018ના રોજ સામે આવ્યો હતો. આ કેસની તપાસમાં સીબીઆઈએ પૉસ્કો કોર્ટમાં એ વાત જણાવી હતી કે, તેમની પાસે આ કેસના તમામ 20 આરોપીઓ વિરુદ્ધના પાક્કા પુરાવા છે. આ કેસની સુનાવણી પુરી થઈ ગઈ છે. ત્યારે હવે આ કેસમાં આ મહિનામાં ચુકાદો આવે તેવી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details