ચૂંટણી પંચે કહ્યું હતું કે, આદર્શ આચાર સંહિતા તમામ ઉમેદવાર, રાજકીય પાર્ટીઓ તથા રાજ્ય સરકાર પર લાગૂ થશે. તેથી સંબંધિત જિલ્લામાં કેન્દ્ર સરકાર પર પણ આચાર સંહિતા લાગૂ પડશે.
તમિલાનાડૂની વેલ્લોર સીટ પર 5 ઓગસ્ટના રોજ મતદાન થશે - by election
ચેન્નઈ: ચૂંટણી પંચે ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, તમિલનાડૂની વેલ્લોર લોકસભા સીટ પર 5 ઓગસ્ટના રોજ મતદાન થશે. ચૂંટણી પંચે આ તમામ જિલ્લામાં તાત્કાલિક ધોરણે આચાર સંહિતા લાગૂ કરવાની જાહેરાત કરી છે.
ians
વેલ્લોર મત વિસ્તારમાં 18 એપ્રિલના રોજ ચૂંટણી કરાવાની હતી. પણ ઈન્કમ ટેક્સ દ્વારા દ્રુમકના પદાધિકારીઓના સિમેન્ટના ગોડાઉનમાં મોટી સંખ્યામાં નોટોના બંડલ મળી આવતા આ ચૂંટણી રદ રાખવી પડી હતી.