ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો રાહુલ ગાંધી વારાણસીથી ચૂંટણી લડવા કહેશે તો ખુશી થશે: પ્રિયંકા ગાંધી

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન તો સમાપ્ત થઈ ગયું છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ નિર્ણય રાહુલ ગાંધી પર છોડ્યો છે. જો કે, તેમણે એવો પણ સંકેત આપી દીધો છે કે, તેઓ ત્યાંથી ચૂંટણી લડી શકે છે.

By

Published : Apr 21, 2019, 6:28 PM IST

Updated : Apr 21, 2019, 6:37 PM IST

file

હકીકતમાં જોઈએ તો પ્રિયંકા ગાંધી હાલ કેરળના વાયનાડમાં ચૂંટણી પ્રચારમાં છે, જ્યાં તેમની સાથે પાર્ટીના નેતા કેસી વેણૂગોપાલ પણ સાથે હતા.

વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડવા અંગે પૂછતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, જો પાર્ટી અધ્યક્ષ કહેશે તો તેઓ જરૂરથી ત્યાં લડશે અને મને તે વાતની ખુશી થશે.

પ્રિયંકાએ અહીં રાહુલ ગાંધી વિશે અમુક વાતો પર ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને રાહુલે ના પાડી છે પણ હું તેમની બહેન છું કેમ ખંડન ના કરું, હું સાચું બોલી રહી છું.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા છે જ્યાં વારાણસી પણ આ જ મત વિસ્તારમાં આવે છે.

2019માં ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને હવે આ વખતે પણ વારાણસી સીટ પરથી નરેન્દ્ર મોદી જ વારાણસી સીટ પરથી ભાજપ ઉમેદવાર છે. જ્યાં તેમની સામે પ્રિયંકા ગાંધી ટક્કર આપે તેવી સંભાવના છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની માંગ છે કે, આ સીટ પરથી કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી મોદીને ટક્કર આપે, જેના જવાબમાં પ્રિયંકા પણ હામી ભરી હતી. પ્રિયંકાએ આજે કેરળમાં જણાવ્યું હતું કે, આ સીટ પરથી મને ચૂંટણી લડવા કહેશે તો મને ખુશી થશે.

Last Updated : Apr 21, 2019, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details