લખનઉના નગરામ પોલીસ સ્ટેશનના પટવા ખેડા ગામ પાસે ઈન્દિરા નહેરમાં આ અકસ્માત થયો હતો. પોલીસનો કાફલો અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકોને શોધવા માટે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે છે. તમામ લોકો બારાબંકીથી લોની કટરાના સરાય પાંડે ગામના હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ પોલીસને આપી હતી.
લખનઉમાં લગ્નનો ઉત્સવ માતમમાં ફેરવાયો, જાનમાં જતી ગાડી નહેરમાં ખાબકી
લખનઉ: લખનઉ શહેરમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં એક લગ્ન સમારંભમાંથી પરત ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી હતી. આ ગાડીમાં 29 જેટલા લોકો સવાર હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 7 જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. જોકે 22 લોકોને બચાવવામાં આવ્યા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
સૌજન્ય ANI
આ બાબત પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથએ કહ્યું કે તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે જઇ રાહત કાર્ય શરૂ કરવાની સૂચના આપી હતી.જે બાદ આઇજી રેંજ લખનઉના એસ.કે.ભરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તેમણે જણાવ્યું કે 29 લોકો વાનમાં સવાર હતા.જેમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને 7 બાળકો હજુ પણ લાપતા છે.