ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં કોરોનાના 1733 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 38ના મોત - ઉત્તર પ્રદેશ કોરોનાના સમાચાર

યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1733 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં કુલ 16445 સક્રિય કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 27,634 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કોરોના
ઉત્તર પ્રદેશમાં કોરોના

By

Published : Jul 17, 2020, 9:58 PM IST

લખનઉ: યુપીના મુખ્ય આરોગ્ય સચિવ અમિત મોહન પ્રસાદે શુક્રવારે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1733 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં કુલ 16445 સક્રિય કેસ છે. ત્યારે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 27,634 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોના ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1084 પર પહોંચી ગઈ છે.

અમિત મોહન પ્રસાદે વધુમાં કહ્યું કે, ગઈકાલે રાજ્યમાં 54,207 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં રાજ્યમાં કુલ 13,79,534 ટેસ્ટ કરવામાં આવ્યા છે.યુપીના મુખ્ય આરોગ્ય સચિવે કહ્યું કે અમે સતત ટેસ્ટની ક્ષમતામાં વધારો કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં દરરોજ 50 હજાર ટેસ્ટ કરવાની આદેશ આપ્યા હતા

અમિત મોહન પ્રસાદે કહ્યું કે ગુરુવારે રાજ્યના વિવિધ લેબોમાં 54 હજાર 207 નમૂનાઓનું ટેસ્ટ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 લાખ 79 હજાર 534 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટમાં મહારાષ્ટ્ર અને તમિળનાડુ પછી ઉત્તરપ્રદેશ દેશમાં ત્રીજા ક્રમે છે.

ABOUT THE AUTHOR

...view details