ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાએ પાક.ને આપ્યો ઝાટકો, પાકિસ્તાનીને 5 વર્ષને બદલે માત્ર 1 વર્ષના વિઝા - Pulwama

નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ચારેતરફથી ઘેરાયેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. અમેરિકાએ પોતાના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરિકોને મળતી વિઝાની અવધીમાં ઘટાડો કર્યો છે. પહેલા પાકિસ્તાની નાગરિકોને 5 વર્ષના અમેરિકી વિઝા મળતા હતાં, પરંતુ હવે એ સમયગાળો ઘટાડીને 12 મહિના એટલે કે 1 વર્ષ કર્યો છે.

US Embassyનો લોગો

By

Published : Mar 6, 2019, 10:37 AM IST

સુત્રો અનુસાર, પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂતે આ અંગેની સુચના સરકારને આપી દીધી છે. એટલું જ નહીં નવા નિયમોનુસાર પાકિસ્તાની પત્રકાર અને મીડિયાપર્સન માટે વધારે મુશ્કેલી ઉભી થશે. કારણ કે, આવા નાગરિકોને મળતી વિઝા અવધી 3 મહિનાની નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકાએ વિઝા માટે લેવામાં આવતી ફીમાં પણ વધારો કર્યો છે. આ જોઈને કહી શકાય કે પાકિસ્તાનને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે.

હવે જો કોઈ પાકિસ્તાની નાગરિક અમેરિકા જવા ઈચ્છતો હશે તો તે એક યાત્રામાં માત્ર 12 મહિના જ અમેરિકામાં રહી શકશે. વધુમાં, જો એને 1 વર્ષ કરતા વધારે સમય અમેરિકામાં રહેવાની ફરજ પડશે તો તે પાકિસ્તાની નાગરિકને પરત પાકિસ્તાન આવવું પડશે અને વિઝા રિન્યુ કરાવ્યા બાદ જ ત્યાં વધારે સમય રહી શકશે. આ ઉપરાંત નવા નિયમોનુસાર વર્ક વિઝા, જર્નલિસ્ટ વિઝા, ટ્રાન્સફર વિઝા અને ધાર્મિક વિઝાની ફીમાં 32થી 38 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.

US Embassyનો લોગો

મતલબ, જો કોઈ પાકિસ્તાની પત્રકાર અમેરિકા જવા ઈચ્છતો હશે તો તેને વિઝા માટે વધારે ખર્ચ કરવો પડશે. અમેરિકાએ જાહેર કરેલા આંકડા મુજબ, 2018માં લગભગ 38 હજાર પાકિસ્તાનીઓને USના વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. હવે સ્પષ્ટ છે કે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક ઝટકા લાગી રહ્યાં છે. અમેરિકાએ પહેલેથી તેને કરાતી મદદ અટકાવી દીધી છે. ઉપરથી હવે વિઝાનો એક નવો ઝાટકો લાગ્યો છે.

ABOUT THE AUTHOR

...view details