અત્યાર સુધીમાં ભારત તાલિબાન અને પાકિસ્તાન સાથે મંત્રણાના ઓરડામાં પ્રવેશવા અંગે ખચકાટ અનુભવી રહ્યું હતું અને સત્તાવાર રીતે હંમેશાં એવું કહેતું આવ્યું હતું કે સારા અને ખરાબ તાલિબાન વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અગત્યના પરિવર્તનના સંકેતમાં, હવે અમેરિકા ઈચ્છે છે કે ભારત તાલિબાન સહિત આંતરિક રાજકીય ઘટનાક્રમો પર નજીકથી નજર રાખે તેમ સૂત્રોએ કહ્યું હતું. "વિદેશ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની વાતચીતમાં આંતરિક ઘટનાક્રો, સુરક્ષા સંબંધી વિકાસક્રમો, અમેરિકા-તાલિબાન મંત્રણાની અસર, અફઘાનિસ્તાનમાં વિવિધ વલણોને સમાવી લે તેવા વિવિધ ઉકેલો માટે દરખાસ્ત સહિતનાં બધાં પાસાં આવરી લેવાયાં હતાં." તેમ એક સરકારી અધિકારીએ કહ્યું હતું.
ખાલિલઝાદની સાથે ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ નિર્દેશક લિઝા કુર્ટિસ દોહાથી ઈસ્લામાબદ થઈ દિલ્હી આવ્યાં હતાં- જ્યાં તેઓ મુલાહ બારદાર અને તમની ટીમને મળ્યાં હતાં.
અફઘાનની અંદર વાટાગાટો ફરીથી શરૂ થાય તેની સમયરેખાને આગળ વધારવા માટે ટ્રમ્પ પ્રશાસન આતુર છે, તેની તાલિબાન સાથેની મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. બીજા દેશોની જેમ અફઘાનિસ્તાન પર પણ કૉવિડ-૧૯નો અજગરભરડો છે તેવામાં અફઘાનિસ્તાનમાં સંરક્ષણ અને સરકારી દળો સામે હુમલાઓ વધી ગયા છે. સૂત્રો મુજબ, ખલિલઝાદે તેમના ભારતીય વાટાઘાટકારો સાથે 'ત્રાસવાદના લીધે અફઘાનિસ્તાન સામે ભય, સંરક્ષણ દળો પર તાલિબાન તરફથી વધી રહેલા હુમલાઓ, સરકાર તેમજ અફઘાન સંવૈધાનિક પરિબળો પર, સુરક્ષા દળો અને સમાજ પર તેની અસર સંબંધિત ચિંતાઓ' વિશે માહિતગાર કર્યા હતા.
સૂત્રોએ કહ્યું હતું કે ભારતને મોટા ખેલાડી તરીકે વર્ણવતાં અમેરિકાએ એ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમન્વય લાવવામાં હકારાત્મક ભૂમિકા ભજવી છે. એ પણ સ્પષ્ટ કરાયું કે "ભારત જો અસરકારક પ્રદાન કરવા ઈચ્છતું હોય તો પ્રક્રિયાના બાકીના ભાગમાં પણ ચાલુ રહે તે જરૂરી છે" તેમ જણાવતા સૂત્રએ પ્રમુખ અશરફ ઘાની સાથે તેના સંબંધોમાં ભારતને જે સદ્ભાવના મળી છે તેના તરફ નિર્દેશ કર્યો હતો.