નવી દિલ્હીઃ યુટી કેડરની બે મહિલા IPS અધિકારીઓ પર વાંધાજનક ટિપ્પણી કરનારી એક મહિલાને ભારે પડ્યું હતું. IPS અધિકારીઓની ફરિયાદ પરથી FIR નોંધીને મહિલાની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં જામીનપાત્ર ગુનાને કારણે તેને મુક્ત કરવામાં આવી હતી. આ મામલે સાયબર સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર માહિતીના આધારે કેટલાક દિવસો પહેલા પેરામિલિટ્રી ફોર્સસના IPS અધિકારીઓ દ્વારા એક પોસ્ટ ડાયલ કરવામાં આવી હતી. આ પોસ્ટને લઇને પેરામિલિટ્રી ફોર્સ અને IPS આઘિકારીઓ મોટી સંખ્યામાં ટ્વીટ કરી રહ્યા હતા. આ સમયે યુટી કેડરની બે IPS મહિલા અધિકારીઓ વિશે ટિપ્પણી કરી હતી. તે મહિલાઓએ આ ઘટનાને લઇને સાયબર સેલમાં FRI દાખલ કરી હતી. આ બાબત IPC ધારા 67 અને IPCની ધારા 509 હેઠળ FIR દાખલ કકરવામાં આવી હતી.
ટ્વીટર પર મહિલા IPS અધિકારીઓ પર વાંધાજનક ટિપ્પણી, સાઇબર સેલ દ્વારા મહિલાની કરાઇ ધરપકડ
યુટી કેડરની બે મહિલા IPS અધિકારીઓ પર વાંધાજનક ટિપ્પણી કરતા એક મહિલાની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જામીનપાત્ર ગુનાને કારણે તેને મુક્ત કરવામાં આવી હતી. આ મામલે બાદમાં સાયબર સેલ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ટ્વીટર પર મહિલા IPS અધિકારીઓ પર વાંધાજનક ટિપ્પણી, સાઇબર સેલ દ્વારા મહિલાની કરાઇ ધરપકડ
આ કેસની તપાસ દરમિયાન સાયબર સેલે ટ્વિટર હેન્ડલ વિશે માહિતી મેળવી હતી. તેની સહાયથી તેણે એક મહિલાની ધરપકડ કરી જેનો વાંધાજનક ટ્વીટ કરવાનો આરોપ હતો. આ મહિલા UPSC માટે તૈયારી કરી રહી હતી, પરંતુ તેની પસંદગી કરવામાં આવી ન હતી. તેમણે જ પોલીસને કહ્યું કે, તેમણે ટ્વિટર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહિલા IPS અધિકારી વિશે આ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પોલીસે મહિલાને જામીન પર મુક્ત કરી હતી.