દહેરાદૂન: વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખતાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્યપ્રધાન વચ્ચે આ વર્ષે કાવડ યાત્રા ન કરવાને લઇને નિર્ણય પર સામાન્ય સહમતિ બની હતી. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફ્રેસ ના માધ્યમથી વાત કરી હતી. તમામે સહમતિ વ્યક્ત કરી કે વાર્ષિક કાવડા યાત્રા આ વર્ષે રદ્દ કરવી જોઇએ.
કોરોનાના કારણે આ વર્ષે નહી નિકળે કાવડ યાત્રા, ઉત્તરાખંડ સહિત ત્રણ રાજ્યોની સરકારે લીધો નિર્ણય - કાવડ યાત્રા સ્થિગિત
શ્રાવણ મહિનો શરૂ થતા વ્રત ઉપવાસની સાથે સાથે કાવડયાત્રા કરવાનું અનેરૂ માહાત્મય છે તમે ઘણા લોકોને કેસરી કપડાં પહેરીને કાવડયાત્રા કરતા જોયા હશે. કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો ગંગાનું પવિત્ર પાણી લઇને તે જળ શિવલિંગ પર ચઢાવે છે. જેઓ કાવડિયાના નામે ઓળખાય છે. સમાજના દરેક વર્ગના લોકો આ કાવડ યાત્રામાં સામેલ થાય છે.જોકે આ વર્ષે આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફ્રેસના માધ્યમથી વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં શિવ ભક્તોની ભારે ભીડ જામે છે. હરિદ્વારમાં મોટી સંખ્યામાં કાવડીયાને એકત્ર થતાં રોકવા માટે સંતો અને મહાત્માઓએ પણ યાત્ર કરવાનું સમર્થન કર્યું છે.
વાતચીત દરમિયાન ત્રણેય રાજ્યોના અધિકારીઓએ કોવિડ -19 ને કારણે ચેપ ફેલાવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કોવિડ -19 ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખતા ભારે ભીડને કાબૂમાં રાખવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોવિડ -19 ને રોકવા માટે લોકોને ખૂબ મોટી સંખ્યામાં એકત્રીત થવાનું અટકાવવું ખૂબ જ જરૂરી છે.