નવી દિલ્હી: હાથરસ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આરોપીઓને વિરૂદ્ધ કડક પગલા લેવાના બદલે અધિકારીઓ પીડિતોને પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં લોકોને અને ખાસ કરીને મહિલાઓ પાસે હાથરસ પીડિતાની તરફેણમાં અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, હાથરસ મામલે સરકારનું વલણ અમાનવીય અને અનૈતિક છે. અધિકારી પીડિતોને મદદ કરવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલો પરિવર્તન માટે પગલાં લઈએ. દેશમાં મહિલાઓ પર થતા અન્યાય સામે તમારો અવાજ ઉઠાવો. ઉત્તર પ્રદેશ સરકાર તેનું કામ કરી રહી નથી, તેથી જ અમને ત્યાં જવાથી અટકાવવામાં આવ્યા.