લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક લાખથી વધુ મેડિકલ સ્ક્રીનિંગ ટીમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અનલોક વ્યવસ્થાની સમીક્ષા બેઠક દરમિયાન બુધવારે કહ્યું કે, કોવિડના ફેલાવાને રોકવા માટે મેડીકલ સ્ક્રીનિંગનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ધ્યાનમાં રાખીને, ટીમના સભ્યોને તાલીમ આપવી જોઈએ.તેમજ દરેક જરૂરી માહિતી તેમને ઉપલબ્ધ કરાવવી જોઈએ. મેડીકલ સ્ક્રિનિંગ ટીમને ઇન્ફ્રારેડ થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમજ ટીમના સભ્યો માટે માસ્ક, ગ્લોબ્સ અને સેનિટાઇઝર્સની પણ વ્યવસ્થા કરવામાં આવે. તેમજ યુપીના 11 જિલ્લામાં રેપિડ કિટથી તપાસ શરૂ કરવામાં આવશે.
યૂપી : 11 જિલ્લામાં રૈપિડ કિટથી કોરોનાનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થીએ માહિતી આપી હતી કે, રાજ્યમાં 60 હજારથી વધુ મેડીકલ સ્ક્રિનિંગ ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં એક લાખથી વધુ ટીમો બનાવવામાં આવશે.મુખ્યમંત્રીએ પરીક્ષણ ક્ષમતા વધારવાની સૂચના આપી હતી અને કહ્યું હતું કે, મહત્તમ નમૂનાઓ લેવા જોઈએ. વહીવટી અધિકારીઓ અને 11 જિલ્લાઓમાં નોડલ ઓફિસર તરીકે વરિષ્ઠ તબીબી નિષ્ણાતો સાથે વહીવટી સ્તરે સતત સંપર્ક રાખવામાં આવે. તેમના ફીડબેકના આધારે જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે તમામ જિલ્લાઓ માટે નિયુક્ત વિશેષ સચિવ કક્ષાના અધિકારીઓને જિલ્લામાં કોવિડની વ્યવસ્થાઓની નિયમિત દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો હતો.
યૂપી : 11 જિલ્લામાં રૈપિડ કિટથી કોરોનાનું પરિક્ષણ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે લક્ષણ વગરના કોરોના સંક્રમિત લોકોમે કોવિડ હોસ્પિટલોમાં રાખવામાં આવે.આવા વ્યક્તિઓના સ્વાસ્થ્યની નિયમિત પરીક્ષણ કરવામાં આવે. અસ્વસ્થ સ્થિતિમાં તેમને તાત્કાલિક સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તબીબી કર્મચારીઓને મેડિકલ ઇંન્ફેકશનથી બચાવવા માટે તાલીમ આપવાનું ચાલુ રાખવું. પોલીસ અને પીએસીના જવાનોને સંક્રણથી સુરક્ષિત રાખવા માટે તમામ સાવચેતી રાખવી.
યુપીમાં અત્યારસુધી 1600 કોરોના સંક્રમિત, 596 લોકો મૃત્યુ પામ્યા
અધિક મુખ્ય સચિવ આરોગ્ય અમિત મોહન પ્રસાદે કહ્યું કે, હાલમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના 6375 એકટીવ કેસ છે. રાજયમાં 12586 દર્દીઓ સાજા થઈ ગયા છે અને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 596 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે હાલમાં 6378 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, જે વિવિધ હોસ્પિટલોમાં મેડિકલ કોલેજોમાં સારવાર લઈ રહ્યા છે. ફેસેલીટી ક્વોરોન્ટાઇમાં 7038 લોકોને રાખવામાં આવ્યા છે. સેમ્પલો લઈને તેમની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજ્યમાં 15 હજાર 113 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી.ગુરુવારે રાજ્યની આરોગ્ય ટીમના કાર્યકરોની આરોગ્યની દુકાનો પર કામ કરતા લોકોનો રેન્ડમ નમૂના લેવામાં આવ્યો છે.
યુપીમાં રેપિડ કિટથી કોરોનાના ટેસ્ટ થશે
ઉત્તરપ્રદેશમાં રેપિડ એન્ટિજેન કીટ્સથી પણ કોરોનાનું પરીક્ષણ કરવામાં આવશે. આઇસીએમઆર મેરઠ વિભાગના ડૉક્ટર્સ અને લેબ ટેકનિશિયનનોને તાલીમ આપવામાં આવી રહી છે. તેમને જણાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે ઝડપી એન્ટિજેન કીટથી કોરોનાનું પરીક્ષણ કરવું. અમિત મોહન પ્રસાદે કહ્યું કે ગુરુવારથી અમે મેરઠ વિભાગના તમામ છ જિલ્લાઓ અને રાજ્યના પાંચ મોટા જિલ્લાઓ, લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને ગોરખપુરમાં એન્ટિજેન કીટથી કોરોનાનું પરીક્ષણ કરીશું. કુલ મેળવીને રાજ્યના 11 જિલ્લાઓમાં પરીક્ષણ કરવામાં આવશે. રાજ્યમાં કોરોનાના દૃષ્ટિકોણથી આ નવી શરૂઆત થશે.