ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય, લખનઉ-નોઈડામાં પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ - police commissioner system in uttar pradesh

લખનઉ: યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત પર ધ્યાન આપતા લખનઉ અને નોઈડામાં પોલીસ કમિશ્નરને મંજૂરી આપવામાં આવશે. તેમજ ADGના સ્તરના અધિકારીને પોલીસ કમિશ્નરના પદ પર તૈનાત કરવામાં આવશે.

up cabinet passed commissary system for lucknow and noida
up cabinet passed commissary system for lucknow and noida

By

Published : Jan 13, 2020, 1:12 PM IST

યુપીમાં આજથી પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ, મહત્વના મુદ્દા...

  • CM યોગીએ રચ્યો ઇતિહાસ, યુપીમાં પ્રથમ વખત પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ
  • પોલીસ વિભાગ માટે અપેક્ષા કરતા વધુ આપવાનો નિર્ણય
  • CM યોગીએ યુપીની સામાન્ય જનતાના હિત માટે લીધો ઐતિહાસિક નિર્ણય
  • સામાન્ય જનતા માટે ત્વરિત ન્યાય, આમ જનતાના દ્વાર પર જ ન્યાય
  • સતત સુધરતી જઈ રહેલી કાનૂન વ્યવસ્થાને વધુ સારી બનાવવા યોગી સરકારનો મોટો નિર્ણય
  • છેલ્લા કેટલાય દિવસોથી યુપીમાં ઉઠી રહેલી પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ કરવાની માગ
  • ધરમવીર કમિશન (ત્રીજો રાષ્ટ્રીય પોલીસ પંચ) એ 1977માં પણ પોલીસ કમિશ્નર સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરી હતી
  • ભૂતકાળમાં કોઈ પણ મુખ્યપ્રધાન પોલીસ કમિશ્નર સિસ્ટમને લાગુ કરી શક્યા નથી
  • સરકાર પોલીસને ફ્રિ હેન્ડ આપવાથી ડરતી હતી
  • CM યોગીએ રાજકીય ઇચ્છાશક્તિ એટલે કે મજબૂત રાજકીય ઇચ્છા બતાવી
  • પોલીસમાં પણ લાગુ કરાયું સિંગલ વિન્ડો સિસ્ટમ
  • ત્રીજા પોલીસ કમિશન, ઘરમવીર કમિશનની ભલામણ બાદ ભૂતપૂર્વ CM શ્રી રામ નરેશ યાદવ જીએ યુપીમાં કમિશ્નરને લાગુ કરી હતી
  • જેના પછી યુપીમાં ક્યારેય લાગુ નહીં થઈ કમિશ્નર સિસ્ટમ
  • કમિશ્નરની સિસ્ટમ પોલીસની જવાબદારીમાં વધારો કરશે,
  • પોલીસ સ્ટેશન કક્ષાએ સામાન્ય લોકોની સુનાવણી યોગ્ય રીતે થશે,
  • પોલીસની ભૂલ પર અંકુશ રાખવામાં આવશે
  • આ પગલું વહીવટી શ્રેષ્ઠતા માટે જરૂરી હતું અને યોગીએ આ કાર્ય કર્યું
  • દેશના 15 રાજ્યોના 71 શહેરો જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલોર, અમદાવાદ, રાજકોટ, બરોડા, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ વગેરે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને વધુ સારી રીતે કાર્યરત છે.
  • કલમ 151 અને 107, 116 હેઠળ પોલીસને ધરપકડ કરીને સીધી જેલમાં મોકલવાનો અધિકાર હશે.

ABOUT THE AUTHOR

...view details