ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPની તકનીકી શિક્ષા પ્રધાન કમલા રાની વરૂણની કોરોનાથી મોત - કમલા રાનીનું નિધન

ઉત્તર પ્રદેશના તકનીકી શિક્ષા પ્રધાન કમલા રાની વરૂણનું કોરોના વાઇરસથી મોત થયું છે. કમલા રાની વરૂણે બૂથ પર ઘુંઘટ તાણીને મતદાતા કાપલી કાપીને રાજકીય સીડી ચઢવાની શરૂઆત કરી હતી અને સાંસદ-ધારાસભ્ય બનવાની સાથે પ્રદેશના પ્રધાન સુધીની સફર નક્કી કરી હતી.

UP cabinet minister Kamla Rani Varun dies of coronavirus
UP cabinet minister Kamla Rani Varun dies of coronavirus

By

Published : Aug 2, 2020, 11:28 AM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશની કેબિનેટ પ્રધાન કમલા રાની વરૂણનું નિધન થયું છે. તે યૂપી વિધાનસભાની સભ્ય હતા. તે પહેલા તે સાંસદ પણ રહી ચૂક્યા છે. કમલા રાની વરૂણ યૂપી સરકારમાં તકનીકી શિક્ષા પ્રધાન હતા. કમલા રાની વરૂણ કોરોનાથી સંક્રમિત હતા અને લખનઉના પીજીઆઇમાં તેમની સારવાર ચાલી રહી હતી.

કમલા રાની વરૂણની રાજકીય સફર

વર્ષ 1989માં ભાજપની ટિકિટ પર દ્વારિકાપુરી વોર્ડથી કાઉન્સિલર બનીને કમલા રાની વરૂણે રાજનીતિમાં પગલું માંડ્યું હતું. કમલા રાની વરૂણે બૂથ પર ઘુંઘટ તાણીને મતદાતા કાપલી કાપીને રાજકીય સીડી ચઢવાની શરૂઆત કરી હતી અને સાંસદ-ધારાસભ્ય બનવાની સાથે પ્રદેશના પ્રધાન સુધીની સફર નક્કી કરી હતી.

લખનઉમાં 3 મે 1985એ જન્મેલી કમલા રાની વરૂણના લગ્ન એલઆઇસીમાં પ્રશાસનિક અધિકારી કિશન લાલ વરૂણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિબદ્ધ સ્વયં સેવક સાથે થયા હતા. તેમના પત્ની બનીને કાનપુર આવી કમલા રાનીએ પહેલીવાર 1977ના ચૂંટણી બૂથ પર મતદાતા કાપલી કાપવા માટે ઘુંઘટમાં ઘરની બહાર આવ્યા હતા.

સમાજ શાસ્ત્રથી એમએ કમલા રાનીના પતિ કિશનલાલે પ્રોત્સાહિત કર્યા તો તે આરએસએસ દ્વારા ઝૂપડપટ્ટીમાં સંચાલિત સેવા ભારતીના સેવા કેન્દ્રમાં બાળકોને શિક્ષા અને ગરીબ મહિલાઓને સિલાઇકામ વગેરેનું પ્રશિક્ષણ આપતા હતા.

વર્ષ 1989માં ભાજપે તેમને શહેરના દ્વારિકાપુરી વોર્ડથી કાનપુર કાઉન્સિલરની ટિકિટ આપી હતી. ચૂંટણી જીતીને નગર નિગમ પહોંચી કમલા રાની 1995માં ફરીથી તે વોર્ડથી ચૂંટાયા હતા. ભાજપે 1996માં તેમને તે ઘાટમપુર (સુરક્ષિત) સંસદીય બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાં જીત મેળવીને લોકસભા પહોંચેલા કમલા રાનીએ 1998માં પણ તે બેઠક પર ફરીથી જીત મેળવી હતી.

વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં તેમણે માત્ર 585 મતોના અંતર સાથે બસપા ઉમેદવાર પ્યારેલાલ સંખવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાંસદ રહીને કમલા રાનીએ લેબર એન્ડ વેલફેર, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, રાજભાષા તેમજ પર્યટન મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિઓમાં રહીને કામ કર્યું હતું.

વર્ષ 2012 માં પાર્ટીએ તેમને રસૂલાબાદથી ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતાર્યા હતા, પરંતુ તે જીતી શક્યા ન હતા. વર્ષ 2015 માં પતિના મૃત્યુ બાદ 2017 માં તે ઘાટમપુર બેઠકથી ભાજપની પહેલી ધારાસભ્ય પસંદ થઇને વિધાનસભા પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details