હૈદરાબાદઃ જેમ ધીરે-ધીરે પર્યટન દુનિયાભરમાં ફરીથી વધવા લાગશે, વિશ્વ પર્યટન સંગઠને (UNWTO) પર્યટન ક્ષેત્ર પર પડેલા કોરોના વાઇરસના પ્રભાવને માપવા માટેનો નવો ડેટા જાહેર કર્યો છે. યૂએનડબ્લ્યૂટીઓએ પ્રવાસ પર પ્રતિબંધ હટાવવાને કારણે સુરક્ષા અને સંરક્ષણની આવશ્યક્તા પર જોર આપ્યું છે. સંગઠને પર્યટનનું સમર્થન કરવા માટે વિશ્વસનીય પ્રતિબદ્ધતાની જરુરિયાતને પણ પુનરાવર્તિત કરી છે.
UNWTO વર્લ્ડ ટૂરિઝન બેરોમીટરે જણાવ્યું છે કે, કેટલાય મહીનાઓના અભૂતપુર્વ વિક્ષેપ બાદ પર્યટનને અમુક ક્ષેત્રોમાં ફરીથી શરુ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ અધિકાંશ વૈશ્વિક સ્થળોમાં પ્રવાસ પર પ્રતિબંધ લાગુ છે અને પર્યટનના બધા ક્ષેત્રોમાં સૌથી ખરાબ અસર થઇ છે.
આ સ્થિતિમાં UNWTO એ પર્યટનને સમર્થન આપવા માટે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને આગ્રહ કરતા કહ્યું કે, આ કેટલાય લાખ લોકો માટે એક જીવન રેખા અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.
આ માટે સરકારો દ્વારા રજૂ કરાયેલા ઉપાયોમાં જવાબદારીની સાથે અમુક દેશોમાં પ્રતિબંધોને હટાવવા, પ્રવાસના સ્થળોનું નિર્માણ, અમુક આંતરરાષ્ટ્રીય ઉડાનોની પુનઃસ્થાપના, સુરક્ષા અને સ્વચ્છતા પ્રોટોકોલ સામેલ છે.