કાશ્મીર મામલે આજે સંયુક્ત સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક - ચીન
નવી દિલ્હીઃ કાશ્મીરની પરિસ્થિતીને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત સુરક્ષા પરિષદ (UNSC)ની આજે બેઠક થશે. જેમાં આ મામલે પરિષદના સભ્યો વચ્ચે બંધ બારણે મંત્રણા કરી કરશે.
કાશ્મીરના મુદ્દા પર ચીન દ્વારા બંધ બારણે બેઠક કરવાની માગ કરાઈ છે. સુરક્ષા પરિષદમાં ચીનને છોડીને ચાર સ્થાયી સભ્યોએ ભારતને સમર્થન કર્યુ હતું. આ બેઠક વિશેની જાણકારી ગુરુવારના રોજ મીડિયાને આપવામાં આવી હતી. આ બેઠક સવારના 10 વાગ્યે શરૂ થશે.
રાજનાયિકના જણાવ્યાનુસાર, ચીનને એક પત્રમાં બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો હતો. ચીનને બુધવારના રોજ પરિષદની અનૌપચારિક ચર્ચાની વચ્ચે બેઠકની વાત મૂકી હતી. આ બેઠકમમાં સમૂહ સભ્યોની વચ્ચે મંત્રણા થશે. જેમાં પાકિસ્તાન સામેલ થઈ શકશે નહીં.
આ બેઠકમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 370, 35Aની કલમની નાબૂદી અને પાકિસ્તાનના કાશ્મીરના મુદ્દાની ચર્ચા કરવાની માગ કરવામાં આવી છે.