ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્ય પ્રદેશમાં એક દિવસની ટ્રાફિક પોલીસ, 'નાયક' ફિલ્મની અપાવી યાદ

મધ્ય પ્રદેશ : આ અહેવાલથી તમને અનિલ કપુરના નાયક ફિલ્મની યાદ આવશે. જેમાં એક દિવસ માટે અનિલ કપુર મુખ્ય પ્રધાન બન્યા હતા. પરંતુ, આજે અમે તમને હકીકતમાં જણાવશું એક દિવસ માટે બનેલ પોલીસ વિશે, જી હાં! આ વાત સાચી છે અને તે અલીરાજપુર જિલ્લાના ટ્રાફિક વિભાગની અનોખી પહેલ છે. જેમાં પોલીસે ચેકિંગ હાથ ધરતા નિયમોનું ઉલ્લંધન કરનારને જ એક દિવસ માટે ટ્રાફીક પોલીસ બનાવ્યા હતા અને તેને વાહન ચેકીંગની ફરજ પણ અદા કરી હતી.

By

Published : Jan 19, 2020, 11:25 AM IST

ટ્રાફીક પોલીસ
ટ્રાફીક પોલીસ

અલીરાજપુર જિલ્લામાં ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ, ટ્રાફીક વિભાગના અધિકારીએ કંઇક અલગ જ કરવાનું વિચાર્યુ હોય તેમ મળતી માહિતી મુજબ ટ્રાફીક વિભાગે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની તપાસ હાથ ધરી હતી.

ટ્રાફીક પોલીસ

આ તપાસ દરમિયાન નિયોમોનું ઉલ્લંધન કરનાર પાસેથી અનોખી રીતે દંડ વસુલ્યો હતો. જેમાં નિયનોનું ઉલ્લંધન કરનારને એક દિવસ માટે ટ્રાફીક પોલીસ તરીકે તૈનાત કરાયા હતા. જેના પગલે તેને પણ જાણકારી મળી અને તે પણ એક જાગૃત નાગરીક બને.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details