ભીલવાડા (રાજસ્થાન): લગ્ન સમારોહમાં સરકારની ગાઇડલાઇનથી વધુ વ્યક્તિ એકત્રિત કરવા ભીલવાડાના એક પરિવારને મોંઘુ પડ્યું હતું. આ પરિવારના મુખિયા પોતે કોરોના સંક્રમિત થતા જ લગ્ન સમારોહ દરમિયાન લગભગ 250 લોકોને મળ્યા હતા. જે બાદ આ કેસને જિલ્લા કલેક્ટરે પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાની સાથે જ લગ્ન સમારોહમાં સામેલ થનારા વ્યક્તિઓને આઇસોલેટ અને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે જ તેનો ખર્ચ પરિવાર પાસેથી વસૂલવા માટે કલેક્ટરને મામલતદારને આદેશ આપ્યા હતા.
વધુમાં જણાવીએ તો ભીલવાડા શહેરના ભદાદા બાગ ફળિયામાં 13 જૂને લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 50ની જગ્યાએ લગ્ન સમારોહમાં 250 લોકો એકત્રિત થયા હતા. કોરોનાના સમયમાં લોકોની આ સંખ્યા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનથી ઘણી વધુ હતી. આ દરમિયાન પરિવારના મુખિયા કોરોના સંક્રમિત થતા લગ્ન સમારોહમાં સામેલ થવાના પ્રત્યેક વ્યક્તિને મળ્યા હતા.
આ કેસને ભીલવાડા જિલ્લા પ્રશાસને ગંભીર ગણતા પરિવાર વિરુદ્ધ શહેરના સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લગ્ન સમારોહમાં સામેલ થયેલા 250 લોકોમાંથી લગભગ 17 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અહીં વરરાજો પોતે કોરોના પોઝિટિવ હતો. તો વરરાજાને દાદાનો પણ શુક્રવારે મોડી સાંજે મોત થયું હતું. તેમાં અંતિમ સંસ્કાર શનિવારે ગાઇડલાઇન અનુસાર કર્યા હતા.
લગ્ન સમારોહમાં સામેલ થનારા 58 લોકોને ફેસેલિટી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોરોના પોઝિટિવ 15 લોકોને આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ લોકોને રહેવાની, ભોજન, સેમ્પલ તપાસ, પરિવહન અને એમ્બ્યુલન્સ વગેરેનો લગભગ 6 લાખ 26 હજાર 600 રુપિયાના અનુમાનિત ખર્ચને આંકવામાં આવ્યો છે. જે બાદ ભીલવાડા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે આદેશ જાહેર કરતા મામલદારને નિર્દેશ આપ્યા કે, આ પરિવારથી 3 દિવસની અંદર વસૂલ કરીને મુખ્યમંત્રી સહાયતા ભંડોળમાં જમા કરાવવાનું સુનિશ્ચિત કરે, જેમાં ભવિષ્યમાં લગ્ન સમારોહ આયોજિત કરનારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરે.