નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યસ્થળ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ પર કોવિડ-19ના પ્રસારને નિયંત્રિત રાખવા માટે માનક સંચાલન પ્રક્રિયા (SOP) બહાર પાડી છે. જે અંતર્ગત 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, માનસિક રોગી, ગર્ભવતી સ્ત્રી અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે રહેવાની સલાહ આપી છે.
સરકારે કાર્યસ્થળ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ માટે માર્ગદર્શિકા જાહેર કરી - Union Health Ministry
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કાર્યસ્થળ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ પર કોવિડ-19ના પ્રસારને નિયંત્રિત રાખવા માટે માનક સંચાલન પ્રક્રિયા (SOP) બહાર પાડી છે.
રેસ્ટોરન્ટમાં ફકત એવા જ કર્મચારીઓ અને ગ્રાહકોને પ્રવેશ આપવામાં આવશે, જેમને કોરોનાના લક્ષણો નથી. પ્રવેશ માટે સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રિનિંગ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ સમય દરમિયાન ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
સાથે જ બધાંને માસ્ક લગાવવું પણ ફરજીયાત છે. તેમજ આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. બેસવાની વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસાર કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમજ ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે.