ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના સામે જંગ: કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ સહિત સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો - CORONA

દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જઇ રહ્યાં છે. જેના પગલે કોરોના સામે લડવા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાને લઇ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક કરી હતી. જે બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોરોનાની મહામારીના પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત સાંસદોના પગારમાં પણ 2 વર્ષ સુધી ત્રીસ ટકાનો પગાર કાપ મુક્યો છે. જે તમામ ફંડ વડાપ્રધાન ફંડમાં ફાળવવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત સાંસદોના પગારમાં પણ 30 ટકાનો કાપ  ના માધ્યમથી વડાપ્રધાન મોદીની કેબિનેટ બેઠક
વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત સાંસદોના પગારમાં પણ 30 ટકાનો કાપ

By

Published : Apr 6, 2020, 3:59 PM IST

Updated : Apr 6, 2020, 4:10 PM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાઇરસ સામે લડવા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાને લઇને વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જે બેઠકમાં પ્રધાનો એક બીજાથી દુર-દુર બેસેલા નજર આવ્યા હતા.

આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા કેબિનેટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત સાંસદોના પગારમાં પણ 2 વર્ષ સુધી ત્રીસ ટકાનો કાપ મુક્યો છે. જે તમામ બચતને વડાપ્રધાન ફંડમાં ફાળવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સને ફોલો કરવાનું કહેવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી પણ કેટલીક વાર લોકોને ઘરમાં રહી અને સરકારી આદેશોનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર સંબોધન કર્યુ હતું. આ સમયે તેઓએ કહ્યું કે તમામ દેશ એકજૂટ થઇ અને કોરોના સામે લડાઇ લડે. તેના માટે સાર્ક દેશની ખાસ બેઠક હોઇ અથવા G-20 દેશનું વિશેષ સંમેલ્લન, ભારતે આ તમામ આયોજનમાં મહત્વની ભુમીકા ભજવી છે.

વડાપ્રધાને કહ્યું કે દરેક સ્તર પર ભારતે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારના સહયોગથી આ નિર્ણયોમાં ગતી પણ આવી છે.

Last Updated : Apr 6, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details