કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવાર સાંજે 4 વાગ્યે થશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર માટે કેબિનટની તરફથી સ્પેશિયલ પેકેજની જાહેરાત થઈ શકે છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. જેથી રાજ્યને મળનાર તમામ વિશેષ અધિકાર બંધ થયા છે. સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, દેશમાં 75 નવી મેડીકલ કોલેજ ખુલશે - જમ્મુ કાશ્મીર
નવી દિલ્હી: આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશમાં 75 નવી મેડીકલ કૉલેજ ખોલવામાં આવશે તેવી જાહેરાત પ્રકાશ જાવડેકરે હતી.
કેબિનેટની બેઠક બાદ મંત્રીમંડળની બેઠક થશે. બેઠકમાં સરકાર ચીની નિયાત પર નિર્ણય લઈ શકે છે. સરકાર ડિઝિટલ મીડિયા પર પણ ચર્ચા કરી શકે છે. મોદી સરકાર કાશ્મીરમાં કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ પેકેજ પર કામ કરી રહી છે. જેમાં કરોડો રૂપિયાનું રોકાણ સામેલ છે.
નવી વ્યવસ્થા બાદ 31 ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીર અને લદાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. રાજ્યમાં 31 ઓક્ટોબર 2019થી 106 કેન્દ્રીય કાયદો લાગૂ થઈ જશે, પરંતુ 30 ઓક્ટોબર સુધી કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ લાગુ રહશે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. જેથી રાજ્યને મળનાર તમામ વિશેષ અધિકાર બંધ થયા છે. સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.