ગુજરાત

gujarat

ETV Bharat / bharat

HRDનું નામ 'શિક્ષા મંત્રાલય' થયું, નવી શિક્ષા નીતિને મળી મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક વડાપ્રધાનના નિવાસ સ્થાને યોજાઇ હતી. છેલ્લી કેબિનેટ બેઠક 8 જુલાઇએ મળી હતી. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી.

બેછક
બેઠક

By

Published : Jul 29, 2020, 1:12 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી મંડળની આજે બેઠક યોજાઇ છે. આ સમયમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે તેમ છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાનના નિવાસ સ્થાને યોજાશે.

કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક છેલ્લે 8 જુલાઇએ મળી હતી, જેમાં એમ્પ્લોયર અને કર્મચારીની પી.એફ.ની ચુકવણીની યોજના ત્રણ મહિના માટે વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આગામી પાંચ મહિનાના વિસ્તરણને પણ મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત 81 કરોડ લોકોને 203 લાખ ટન અનાજનું વિતરણ કરવામાં આવશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મે મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ઓગસ્ટ સુધી વધારવાની જાહેરાત કરી હતી. જેમાં સરકાર 3.67 કરોડ નોકરીદાતાઓ અને 72.22 લાખ કર્મચારીઓને રાહત આપતા ઓગસ્ટ સુધીના કુલ પીએફના 24 ટકા યોગદાન આપશે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના - અર્બન (PMAY) હેઠળ, શહેરી સ્થળાંતર કરનારા અથવા ગરીબ લોકો માટે પોસાય તેવા ભાડાના મકાનોના (AHRCs) વિકાસને મંજૂરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details