મોદી કેબિનેટની બેઠકમાં ભારતીય સેના માટે 6 AH 64E અપાચે અટેચ હેલિકોપ્ટરની ખરીદીને લીલીઝંડી મળી શકે છે. આ ડીલ 930 મિલિયન ડોલરની હશે. આ સાથે ઈંટીગ્રેડેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમને ખરીદની પર ચર્ચા થઇ શકે છે. દિલ્હીને સુરક્ષિત બનાવવા માટે ખરીદવાની યોજના છે.
આજે મોદી કેબિનેટની બેઠક, USA ડિફેન્સ ડીલને CCSની મળી શકે છે લીલીઝંડી
નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રવાસ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. જેમાં અમેરિકા સાથે થનારી ડિફેન્સ ડીલની કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટી (CCS)ને મંજૂરી મળે શકે છે. આ બેઠકમાં ભારતીય નેવી માટે 24 MH 60 'Romeo' મલ્ટી મિશન હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી મળી શકે છે. આ 2.6 બિલિયન ડોલરની ડીલ છે.
કેબિનેટ
ઇંટીગ્રેટેડ અર ડિફેન્સ વેપન સિસ્ટમને નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ 2 પણ કહેવામાં આવે છે. અમેરિકાએ તેની કિંમત 19,000 કરોડ રૂપિયા 1.90 અરબ ડોલર રાખી છે.
Last Updated : Feb 19, 2020, 11:08 AM IST