નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડના અભ્યાસક્રમમાંથી આવતા વર્ષે રાષ્ટ્રવાદ, નાગરિકત્વ, ડિમોનેટાઇઝેશન અને લોકશાહી અધિકારો જેવા વિષયોને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદ આ નિર્ણયથી વિવાદ સર્જાયો છે.
તેમણે આ વિવાદને લઇ કહ્યું કે,CBSEના અભ્યાસક્રમમાં કેટલાક વિષયોની કપાત અંગેની અપૂર્ણ માહિતીના આધારે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ ટિપ્પણીઓ દ્વારા જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.