ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડોન રવિ પુજારી દક્ષિણ આફ્રિકામાંથી ઝડપાયો, ભારત લાવવાની કવાયત શરૂ

મુંબઈનો કુખ્ચાત અંડરવર્ડ ડોન રવિ પુજારી દક્ષિણ આફ્રિકામાંથી ઝડપાઈ ગયો છે. પુજારીને ટૂંક સમયમાં ભારત લવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

underworld-don-ravi-pujari-arrested-in-south-africa
ડોન રવિ પુજારી દક્ષિણ આફ્રિકામાંથી ઝડપાયો

By

Published : Feb 23, 2020, 11:32 AM IST

નવી દિલ્હીઃ એક સમયના મુંબઈ ખતરનાક અંડરવર્ડ ડોન રવિ પુજારીની દક્ષિણ આફ્રિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. અંડરવર્ડ ડોનને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. મળતી માહિતી મુજબ રવિ પુજારીને દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. રવિ પુજારીને ભારત લાવવા કવાયત હાથ ધરાઈ છે. ભારત દ્વારા દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

ગયા વર્ષ રવિનો નવો પાસપોર્ટ મળ્યો હતો. જેના પર તેનું નવુ નામ એન્થની ફર્નાન્ડિસ હતું. હવે રવિ પશ્ચિમી આફ્રિકામાં આવેલો દેશ બુર્કિના ફાસોનો નાગરિક છે. ઉલ્લેખનીય પાસપોર્ટમાં તેની જન્મ તારીખ 25-1-1961 અંકિત છે. આ પાસપોર્ટ મુજબ તેને બિઝનેસમેન તરીકે માન્યતા મળી છે. સેનેગલ, બુર્કિના ફાસો અને તેના આસપાસના વિસ્તારોમાં 'નમસ્તે ઈન્ડિયા' નામથી રેસ્ટોરા ગૃપ ચલાવે છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મોનો શોખીન રવિ પુજારી 'અમર અકબર એન્થની'માં અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલા પાત્ર એન્થની ગોન્જાલીસથી ખુબ જ પ્રભાવિત થયો હતો. હાલમાં તે તેનું નવું નામ એન્થની ફર્નાન્ડિસ વાપરે છે.

થોડા દિવસો પહેલા, પુજારીના વકીલો સેનેગલની કોર્ટમાં દલીલ કરી હતી કે, પાસપોર્ટમાં ઉલ્લેખ છે કે, તે બુર્કીના ફાસો ઉદ્યોગપતિ એન્થોની ફર્નાન્ડિઝ છે, ભારત સરકાર કહે છે, તેમ ભાગેડુ નથી. પુજારીએ ગુજરાતના રાજકારણી જીગ્નેશ મેવાણીને ધમકી આપી છે. જેની સામે કર્ણાટક અને મુંબઈમાં 98 કેસ પેન્ડિંગ છે. તાજેતરમાં કેરળના ધારાસભ્ય પી. સી. જ્યોર્જએ ખુલાસો કર્યો હતો કે, અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ મારા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details