ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે કહ્યું, શોએબ અખ્તરથી તેજ ફેંકે છે મોદી-શાહ - CAA news

મુંબઈ: નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં મુંબઈના આઝાદ મેદાનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય રૂપે JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ પણ સામેલ થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમર ખાલિદે CAA વિરુદ્ધ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ખાલિદે CAA, NRCની આલોચના કરી હતી.

umar khalid
umar khalid

By

Published : Dec 28, 2019, 10:32 AM IST

વધુમાં જણાવીએ કે, આ પ્રદર્શનમાં જામિયા મિલિયા ઈસ્લામિયા, જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય, અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય, ટાટા ઈન્સટીટયૂટ ઓફ સોશિયલ સાઈન્સ, IIT બોમ્બે, મુંબઈ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત સામાન્ય જનતા પણ સામેલ થઈ હતી.

JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે કહ્યું, શોએબ અખ્તરથી તેજ ફેંકે છે મોદી-શાહ

પ્રદર્શન દરમિયાન ઉંમર ખાલિદે CAA કાયદાના વિરુદ્ઘ મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મોદી-શાહ કેટલું ફેંકે છે ? આપણે પાકિસ્તાનથી પણ આગળ નીકળી ગયા. આ પહેલા શોએબ અખ્તર હતા પાકિસ્તાન પાસે અને હવે આપણી પાસે મોદી છે'

ઉમર ખાલિદે કહ્યું કે, 'અજય સિંહ વિષ્ટ પાખંડી યોગી છે' ખાલિદે કહ્યું કે, યુપીમાં હજ્જારો લોકો પર આરોપો લાગેલા છે. 20થી વધારે લોકો માર્યા ગયા છે, બધાને છાતીમાં ગોળી લાગી છે. ઉત્તર પ્રદેશ વિરોધ દબાવવા માટે બળનો પ્રયોગ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details