મહારાષ્ટ્રમાં ઉદ્ધવ CM: 28 નવેમ્બરે શપથ, 3 ડિસેમ્બરે બહુમત પરીક્ષણ - maharashtra
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ, NCP, અને શિવસેના ત્રણેય પાર્ટીઓએ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે સાંજે 6:40 ક્લાકે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. 3 ડિસેમ્બરે બહુમત સાબિત કરવી પડશે.
uthav
મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રાજીનામું આપી દીધું છે. બંને એ 4 દિવસ પહેલા શનિવારે સવારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની હાજરીમાં ગોપનીયતાના શપથ લીધા હતા.
Last Updated : Nov 27, 2019, 12:39 AM IST