મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સદનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા કહ્યું કે, 'મેં દેવેન્દ્ર ફડણવીસ પાસેથી અનેક વાતો શીખી છે, હું હંમેશા તેમનો મિત્ર રહીશ'
હું હજુ પણ 'હિન્દુત્વ'ની વિચારધારા સાથે છું, જેને ક્યારેય નહીં છોડુ: ઉદ્ધવ ઠાકરે - maharastra news
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને કહ્યું કે, 'જો તમે અમારી સાથે સારા બનીને રહ્યા હોત તો આ ન થયું હોત' ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં નેતા-પ્રતિપક્ષ તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગૃહને સંબોધન કર્યું હતું.
તેઓએ કહ્યું કે, 'છેલ્લા 5 વર્ષોમાં મેં ક્યારેય પણ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નથી. હું તમને (દેવેન્દ્ર ફડણવીસ) 'વિપક્ષ નેતા' નહીં કહુ પરંતુ હું તમને 'જવાબદાર નેતા' કહીશ. જો તમે અમારા માટે સારા હોત, તો આ બધુ (ભાજપ-શિવસેના વચ્ચે ભાગલા) ન થયું હોત'
આ સાથે જ હિન્દુત્વને લઈને ઉઠી રહેલા પ્રશ્રો પર ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપતા કહ્યું કે, 'હું હજુ પણ 'હિન્દુત્વ'ની વિચારધારા સાથે છું અને તેને ક્યારેય પણ નહીં છોડુ. છેલ્લા 5 વર્ષોમાં મેં ક્યારેય પણ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નથી'