નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધતો જ જઇ રહ્યો છે. જે 46 પર પહોંચ્યો છે. હિંસા મામલે અફવાઓ ફેલાવ્યા બાદ રવિવારે સાંજે પશ્ચિમી દિલ્હીના અનેક વિસ્તારોમાં ડર પેદા થયો હતો, પરંતુ દિલ્હી પોલીસે આવી કોઇ પણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન કંગલિપક કોમ્યુનિસ્ટ પાર્ટીના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી છે.
દિલ્હીમાં હિંસા મામલે મૃત્યુઆંક 46 પહોંચ્યો, 2 શકમંદની ધરપકડ
ઉતર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંકની સંખ્યા વધીને 46 પર પહોંચી છે. રવિવારે સાંજે પશ્ચિમી દિલ્હીમાં ફરી એકવાર અફવાઓ ફેલાઇ હતી. પોલીસે આવી તમામ અફવાઓ પર શાંતિ જાળવવા અપીલ કરી છે.
દિલ્હીમાં એક અઠવાડિયા પહેલા થયેલી હિંસા બાદ રવિવારના રોજ પણ સ્થિતિ તણાવભરી રહી હતી અને ભારે માત્રામાં પોલીસ બળને તૈનાત કરવુ પડ્યું હતું. રવિવારે ગોકલપુરી અને શિવ વિહાર વિસ્તારમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હતાં, પરંતુ આ મૃતદેહોનો થયેલી હિંસામાં સંબંધ છે કે નહીં તેની કોઇ જાણકારી મળી નથી. તંત્રએ મૃત્યુઆંકના આંકડાઓમાં તેનો સમાવેશ કર્યો નથી.
એક અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું કે, ગત ત્રણ દિવસમાં કોઇ ઘટના બની હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, લોકોને કોઇ પણ અફવાઓમાં આવવું નહીં. જે સૂચનાને તંત્રએ, લોકો સુધી પહોંચાડવાનું પણ સૂચન કર્યુ છે. પોલીસના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં હિંસા સબંધિત 254 કેસ દાખલ થયા છે. જ્યારે 904 લોકોની ધરપકડ થઈ છે. આ સાથે હથિયાર સંબંધિત ગુનાઓમાં કુલ 41 ફરિયાદ દાખલ કરી છે.