સ્ટોકહોમ: સ્વીડિશ એકેડેમીએ અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દિધી છે. એકેડેમીએ પોલ આર. મિલગ્રમ અને રોબર્ટ બી. વિલ્સનને નોબલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
અર્થશાસ્ત્ર માટે બે વિદ્વાનોને નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરાયા - નોબેલ પ્રાઈઝ
અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. પોલ આર. મિલગ્રમ અને રોબર્ટ બી. વિલ્સનને અર્થશાસ્ત્રના વિષયમાં વર્ષ 2020 માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. બંન્નેને ઓક્શન થિયરીના સિદ્ધાંતમાં સુધારો કરવા બદલ અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નોબેલ પ્રાઈઝ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં જાતીય શોષણના આરોપ લાગ્યા બાદ એવોર્ડ પ્રક્રિયા બેધ કરવામાં આવી હતી. સાથે જ સ્વીડિશ એકેડેમીને પણ આ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્વીડિશ એકેડેમીએ વર્ષ 2019માં બન્ને વર્ષ માટે સાહિત્યના નોબલ પ્રાઈઝની જાહેરાત કરી હતી. વર્ષ 2018 માટે એવોર્ડ માટે પોલેન્ડના ઓલ્ગા ટોકરક અને વર્ષ 2019 માટે ઓસ્ટ્રિયાના પીટર હેન્ડકેને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યો હતો.