ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેન્નઈમાં બે પત્રકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ - chennai news

ચેન્નઈમાં ખાનગી મીડિયાના બે પત્રકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી એક પ્રિન્ટ મીડિયામાં કામ કરે છે જ્યારે અન્ય પત્રકાર ખાનગી મીડિયા હાઉસમાં સબ એડિટર છે.

Etv Bharat
coronavirus

By

Published : Apr 19, 2020, 6:12 PM IST

ચેન્નઈઃ કોરોના વાઈરસની લીધે સમગ્ર દેશમાં દહેશત મચી છે. મોટાભાગના ક્ષેત્રના કર્મચારીઓ ઘર બેસી કામ કરી રહ્યાં છે. ત્યારે પત્રકારો અને પોલીસ કર્મચારીઓ લોકડાઉન દરમિયાન પોતાની ફરજ બજાવી રહ્યાં છે. ચેન્નઈમાં ખાનગી મીડિયા હાઉસના પત્રકાર અને સબ એડિટર પણ કોરોનાથી પ્રભાવિત થયાં છે.

ચેન્નઈમાં બે પત્રકારોના રિપોર્ટ પપોઝિટિવ આવ્યાં છે. હાલ બંને પત્રકારનો કોરોન્ટાઈન કરાયા છે. તેમજ તે પત્રકારોના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી તેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

સબ એડિટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેમના પરિવારના સભ્યોના સેમ્પલ લઈ તેમને કોરોન્ટાઈન કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details