ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ ચંપારણમાં ગંડક બરેજ પર નેપાળે બે ચીની કેમ્પ ગોઠવ્યા

જો સૂત્રોનું માનીએ તો નેપાળ આવતા સપ્તાહે ગંડક બેરાજથી તેના એપીએફ (સશસ્ત્ર પોલીસ દળ) હટાવીને નેપાળ આર્મીને તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. વાલ્મકીનગર ગંડક બેરેજને પાર 36 પાયા પર ચીને કેમ્પ ગોઠવી દીધાં છે.

પશ્ચિમ ચંપારણ
પશ્ચિમ ચંપારણ

By

Published : Jun 29, 2020, 8:45 AM IST

પશ્ચિમ ચંપારણ : ઇંડો- નેપાળ સીમા અંતર્ગત વાલ્મિકીનગર ગંડક બેરેજની પાર નેપાળે તેના વિસ્તારમાં બે નવા કેમ્પો લગાવી દીધા છે. હવે નેપાળ ત્યાં આર્મીને તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. નેપાળના આ પગલાંથી ફરી એકવાર તેની ચીનના ઇશારે નાચવાની આશંકા મજબુત કરી રહ્યાં છે.

ગંડક બેરેજ પર લગાવ્યાં ચીની પ્રોડક્ટ કેમ્પ

કોરોના સંક્રમણના કારણે લોકડાઉન બાદ ભારત-નેપાળ બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. તેમજ બંને તરફ આવનજાવન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી ગયો હતો. આ વચ્ચે નેપાળે તે સમયે સોનૌલી અને મહેશપુર બોર્ડરની આસપાસ ડઝનબંધ કેમ્પો ગોઠવ્યા હતા. જેના પર ચીની ભાષામાં લખેલું હતું. હવે તેને વાલ્મિકીનગર ગંડક બેરેજ પાર 36 પાયા પર ચીને આપેલ કેમ્પ લગાવી દીધા છે.

નેપાળનું ભારત વિરોધી વલણ વધી રહ્યું છે

નેપાળ અને ભારતના સંબંધ વચ્ચે વધતી દુશ્મનાવટની બીજી એક તસવીર સામે આવી છે. હવે નેપાળની ભારત વિરોધી હરકતોથી એવું લાગી રહ્યું છે કે, આ દુશ્મનાવટ નજીકના ભવિષ્યમાં ઓછી થવાની નથી.

ABOUT THE AUTHOR

...view details