લખનઉઃ ઉત્તર પ્રદેશના મઉના એક ગામમાં બે સગીર બહેનો સાથે ડરાવી ધમકાવીને બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત પરિવારે ઓરોપીઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. FIR પ્રમાણે બે સગીર બહેનોની સાથે બે યુવકોએ ઘણીવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેમણે કોઈને પણ આ વિશે વાત ન કરવાની ધમકી આપી હતી. સગીર બહેનોએ મોટી બહેનને આપવીતી કહી હતી.
ઉત્તર પ્રદેશના મઉમાં 2 સગીર બહેનો સાથે દુષ્કર્મ, 2ની ધરપકડ - Uttar Pradesh
ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં બે બહેનોની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલામાં કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશ
પીડિત પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મના બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.